• Home
  • News
  • ગુજરાતમાં દોરીથી ગળા કપાવા અને ધાબા પરથી નીચે પડવા સહિત કુલ 209 કેસ, ગોધરા હાઇવે પર દોરીથી ગળું કપાતા યુવકનું મોત
post

સૌથી વધુ અમદાવાદમાં 77 ઇમરજન્સી કોલ મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-15 09:50:53

રાજ્યમાં ઉત્તરાયણના દિવસે રાતે 8 વાગ્યા સુધીમાં ગળા કપાવા અને ધાબા પરથી નીચે પડવા સહિત કુલ 209 જેટલા કોલ 108 ઇમરજન્સીને મળ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 77 કોલ મળ્યા છે. જેમાં 22 લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે 28 લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે. બાદમાં વડોદરામાં 20, રાજકોટમાં 16 અને સુરતમાં 14 જેટલા કોલ દોરી વાગવા અને નીચે પડવાના મળ્યા છે.

સંતરામપુરના યુવકનું દોરીથી ગળું કપાતા મોત
ગોધરા હાઇવે પર મોરાથી મોરવા હડફ તરફ જતાં બાઈક ચાલક યુવકને ગાળામાં દોરી વાગતા સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકની ઓળખ સંતરામપુરના નાની રેલના વતની ૩૦ વર્ષના યુવાન સુભાષ ખુમાભાઈ સિંગાડા તરીકે કરવામાં આવી છે.

અમદાવાદના વિસત સર્કલે 7 વર્ષનો બાળક પતંગ પકડવા જતા કારની અડફેટે ચડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો.રાજ્યમાં પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. ગત વર્ષે 1309 જેટલા કોલ હતા તેની સામે ઓછા કોલ મળ્યા છે.

વૃદ્ધનું ગળું કપાયું, આંખે અને નાકે ઈજા થઈ
ચાણક્યપુરના પુરસોત્તમનગરમાં સુમિત રાઠોડ નામનો 10 વર્ષીય બાળક બિલ્ડિંગના ટેરેસ પરથી પટકાતા તેને હાબા હાથે ફેક્ચર થતાં તેને સોલા સિવિલ ખસેડાયો હતો. સેટેલાઈટ વિસ્તારમાં કમલેશ રાણા નામના 21 વર્ષીય યુવકનું દોરીના કારણે ગળું કપાયું હતું. તેને સારવારાર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. ચેનપુર ગામ ન્યુ રાણીપમાં અશોક ઠાકોર નામના 27 વર્ષીય નામના યુવકનું ગળું કપાયું હતું અને પટકાયો હતો. તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. શહેરના જશોદાનગર ટેકરા ખાતે કાંતિજી ઠાકોર નામના 52 વર્ષીય વૃદ્ધને દોરી વાગતા ગળું કપાયું હતું અને આંખે અને નાકે ઈજા પહોંચી હતી. તેમને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા.

વસ્ત્રાલ, જુહાપુરામાં દોરીએ લોકોને ઈજાગ્રસ્ત કર્યાના બનાવ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી 55 વર્ષીય કનૈયાલાલ પટેલ વાહન પર પસાર થતા હતા ત્યારે ગળામાં દોરી આવી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે 108 મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે જુહાપુરામાં બરફ ફેક્ટરી રોડ પર વિશાલ ગોસાઈ નામનો યુવક બાઈક પર જતો હતો ત્યારે ગળામાં દોરી આવતા નીચે પટકાયો હતો જેથી માથા અને ગળાનાં ભાગે ઇજાઓ થતા જીવરાજ મહેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજ્યમાંથી ધાબા પરથી પડવા અને દોરી વાગવા જેવા બપોરે 12 સુધીના 38 કોલ 108 ઇમરજન્સીને મળ્યા છે.

ચાંદખેડા વિસત સર્કલ પર પતંગ પકડવા જતો બાળક કારને અડફેટે ચડ્યો
વસ્ત્રાલના ન્યુ આરટીઓ રોડ પર 45 વર્ષીય ચેતનભાઈ મોદી વાહન પર જતાં હતાં તે દરમિયાનમાં ગળામાં દોરી આવી જતા તેઓને ઊંડો ઘા વાગ્યો હતો. જેથી 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો બાળક ચાંદખેડાના વિસત સર્કલ પાસે રોડ પર પતંગ પકડવા જતો હતો દરમિયાનમાં એક કાર સાથે અથડાતા તેને ઇજાઓ થઈ હતી. માથામાં ઇજા થતાં સારવાર માટે 108માં અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post