• Home
  • News
  • 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હોકી ટીમને મળ્યો મેડલ, PM મોદીએ આ રીતે કરી પ્રશંસા
post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ ટીમની પ્રશંસા કરતા કહ્યુ કે, આ દિવસ ભારતીયોને હંમેશા યાદ રહેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 10:08:35

નવી દિલ્હીઃ સિમરનજીત સિંહ  (Simranjeet Singh) ના બે ગોલની મદદથી ભારતે બે વખત પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરતા ગુરૂવારે ઓલિમ્પિકના બોકી મુકાબલામાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. 

ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ (Narendra Modi) ટ્વીટ કરી કહ્યુ- ઐતિહાસિક! એક એવો દિવસ જે  દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે. 

ભારતના આ ખેલાડીઓએ કર્યો ગોલ
ભારતીય હોકી ટીમે જર્મનીને 4-1થી પરાજય આપી 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વની ત્રીજા નંબરની ભારતીય ટીમ એક સમયે 1-5થી પાછળ હતી, પરંતુ ત્યારબાદ તેણે આઠ મિનિટમાં ચાર ગોલ કરી શાનદાર વાપસી કરી હતી. ભારત માટે સિમરનજીત સિંહ (17 અને 34મી મિનિટ), હરમનપ્રીત સિંહ (29મી મિનિટ) અને રૂપિંદર પાલ સિંહે એક-એક ગોલ કર્યો હતો. જર્મની તરફથી તિમૂર ઓરૂજ (બીજી મિનિટ), નિકલાસ વેલેન (24મી મિનિટ), બેનેડિક્ટ ફુર્ક (25મી મિનિટ) અને લુકાન વિન્ડફેડર (48મી મિનિટ) માં ગોલ કર્યો હતો. 

1980 પછી ભારતે જીત્યો મેડલ
આખરે 1980 બાદ ભારતના કરોડો હોકી ચાહકો માટે મહત્વના સમાચાર મળ્યા છે. ભારતીય ટીમે 1980ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયડ જતો રહ્યો... પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે 41 વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post