• Home
  • News
  • ચંદ્ર પછી હવે ISROની નજર સૂર્ય પર:ISRO સૂરજનો અભ્યાસ કરશે, આદિત્ય L-1 ઓબ્જર્વેટરીને અંતરિક્ષમાં તૈનાત કરશે, ટૂંક સમયમાં લોન્ચિંગ થશે
post

આદિત્ય L1 સોલર કોરોનાના અને તેની હીટિંગ મિકેનિઝમ સાયન્સનો અભ્યાસ કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 18:41:22

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે ચંદ્ર પછી સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ટૂંક સમયમાં આદિત્ય L-1 નામની ઓબ્જર્વેટરીને અંતરિક્ષમાં મોકલવા જઈ રહ્યું છે. બેંગલુરુના યુ આર રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલા સેટેલાઈટને આ માટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. આ સાથે આદિત્ય L-1 લોન્ચ કરવામાં આવશે.

આદિત્ય L-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય મિશન હશે. આ અવકાશયાનને સૂર્ય-પૃથ્વી સિસ્ટમમાં લેગરેન્જ પોઈન્ટ-1 (L1) નજીક એક હેલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ લેગરેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે.

આદિત્ય L1 આ રીતે કામ કરશે

·         સૌર એક્ટિવિટીઝ અને અંતરિક્ષના હવામાન પર તેમની અસરને સમજી શકાય છે.

·         અવકાશયાન સાત પેલોડ વહન કરશે જે ઇલેક્ટ્રોમેગ્નેટ અને પાર્ટિકલ અને મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટરની મદદથી ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને સૂર્યના બાહ્ય સ્તરોનો અભ્યાસ કરશે.

·         ચાર પેલોડ્સ L1 પોઈન્ટથી સૂર્યનું સીધું અવલોકન કરશે અને ત્રણ પેલોડ્સ ત્યાંના કણો અને ક્ષેત્રોનો અભ્યાસ કરશે.

·         આદિત્ય L1 સોલર કોરોનાના અને તેની હીટિંગ મિકેનિઝમ સાયન્સનો અભ્યાસ કરશે.

લેગરેન્જ પોઈન્ટ શું છે

·         લેગરેન્જ પોઈન્ટ્સ અંતરિક્ષમાં તે સ્થાન હોય છે જ્યાં જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તે ત્યાં જ રહે છે.

·         લેગરેન્જ પોઈન્ટ પર, બે બોડી વચ્ચેનું ગુરુત્વાકર્ષણ એટલુ જ હોય છે, જેટલુ તે બે બોડીજ વચ્ચે રહેલા નાના ઓબ્જેક્ટ્સને મુવ કરવા માટે સેંટ્રિપિટલ ફોર્સની જરુર હોય છે.

·         લેગરેન્જ-1 પોઈન્ટની નજીક તૈનાત થનારા સેટેલાઈટની નજીક સૌથી મોટો ફાયદો એ છે કે અહીં ગ્રહણની કોઈ અસર નથી. સેટેલાઈટ કોઈપણ અવરોધ વિના સૂર્યનો સતત અભ્યાસ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post