• Home
  • News
  • રોપ-વે બાદ સફારીમાં ફરવું પણ મોંઘુ બન્યું:ગિરનાર જંગલમાં 13 કિમી રૂટમાં 3 કલાક ફરવાનું ભાડું 2900 રૂપિયા, સિંહ દર્શનની કોઇ ગેરન્ટી નહીં
post

ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ, રોજની 8 પરમીટમાં વધુમાં વધુ 36 લોકો જઇ શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 10:36:14

જૂનાગઢના ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 2021થી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 13 કિમી જવાનાં અને 13 કિમી આવવાનાં રૂટ પર ફરવાનાં 2900 રૂપિયા વસુલ કરાશે. જ્યારે ગિરનારના જંગલમાં 52 જેટલા સિંહો છે પરંતુ અહિં લાયન સફારી પાર્ક નહિ નેચર સફારી પાર્ક છે જેથી જંગલનો આનંદ તમે માણી શકો છો, પરંતુ સિંહ દર્શન થશે તેની કોઇ ગેરંટી નહી રહે. પરિણામે 2900 રૂપિયાની ફિ ભરીને પણ તમે માત્ર જંગલ દર્શન કરી શકશો.

સિંહ તો નસીબમાં હશે તો જોવા મળશે. એમાંયે સવારના ભાગે તો કદાચ જોવા મળશે. સાંજના સમયે તો પ્રવાસીઓને મોટાભાગે નિરાશ થવાનો જ વારો આવશે તેવું વન્યજીવ સૃષ્ટિ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે, જૂનાગઢનાં પ્રવાસનમાં વધુ એક સિદ્ધી ઉમેરાઇ છે. અમદાવાદનાં પ્રવાસી પ્રવિણસિંહ ચાવડાએ કહ્યું કે, જંગલમાં ફરવાની મજા આવી પરંતુ સિંહ જોવાની શકયતા અહીં ઓછી છે. આજે પણ સિંહ જોવા મળ્યાન હતા.

આ સ્થળ જંગલનાં જયાં મફત જઇ શકાય
તમે નેચર સફારી પાર્કમાં રૂપિયા ખર્ચ કરવા ન માંગતા હોય તો ગિરનાર જંગલમાં સરકડીયા હનુમાન, બોરદેવી, રામનાથ, મથુરેશ્વર, ઇન્દ્રેશ્વર આ ઉપરાંત કનકાઇ પણ વન વિભાગનાં નિયમ મુજબ મફત પોતાનાં વાહનમાં જઇ શકાય છે.

નેચર સફારી પાર્કના ઉદ્દેશ્ય
કુદરતના લાભો તેના સ્ત્રોતો વિશે લોક જાગૃતિ, વન અને વન્યજીવ વિશે શિક્ષણ અને સમજ આપવી. ગિરનાર નજીકના લોકોને ગિરનાર સંરક્ષણમાં સમાવિષ્ટ કરવા અને ગિરનારને ઇકો સિસ્ટમની દ્રષ્ટિએ સંરક્ષિત કરવા.

ગિરનાર અભ્યારણની વિશિષ્ટતાઓ
2008
માં અભ્યારણ જાહેર. સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીજાતિના કારણે પુનર્જીવન ક્ષમતા સાથે સ્થિર ઇકો સિસ્ટમ બન્યું. એશિયાટિક સિંહોની વસ્તિ એકમાત્ર ગુજરાતમાં છે, તે સિવાય 37 સસ્તન જાતિઓ અને 38 સરિસૃપો છે,પક્ષીઓની 300થી વધુ પ્રજાતિઓ છે અનેક પક્ષીઓ માટે પ્રજનન સ્થળ છે. ત્રણ ગીધની જાતિઓ ધરાવે છે જેમાં દુર્લભ રાજગીધનો સમાવેશ થાય છે.

નેચર સફારી પાર્કની વિગતો

·         સવારે 4 અને સાંંજે 4 મળી કુલ 8 પરમિટ નિકળશે. બુકિંગ અને રિસેપ્શન સેન્ટર ઇન્દ્રેશ્વર નાકા રહેશે.

·         જીપ્સીમાં 6 પુખ્ત અને 1 બાળક (3 થી 12 વર્ષનો) મળી 7 પ્રવાસી જઇ શકશે.

·         વુધમાં વધુુ 36 પ્રવાસી જઇ શકશે.

·         ઇન્દ્રેશ્વરથી જાંબુડી થઇ પાતુરણ વન વિસ્તારનો 13 કિમીનો રૂટ જોતા જવા-આવવાના 26 કિમીનો રૂટ થશે.

રજાનાં દિવસોમાં 200 રૂપિયા વધુ ચુકવવા પડશે

·         6 વ્યક્તિના 800 પરિમટના, 3 થી 12 વર્ષના બાળકના 100 એકસ્ટ્રા,જીપ્સીના 1700 અને ગાઇડના 400.

·         શનિ-રવિ રજા કે તહેવારોના દિવસે પરિમટના 800ના બદલે 1000 તેમજ બાળકોના 100ના બદલે 125 ચુકવવાના થશે.

·         ગાઇડ અને જીપ્સીનું ભાડું રેગ્યુલર 400 અને 1700 ગણાશે. આમ, 3100 રૂપિયા ચૂકવવાના થશે.

·         વિદેશીઓ માટે 6 વ્યક્તિના પરમિટના 5,600 બાળકના 1,400.

·         શનિ-રવિ રજાના કે તહેવારોના દિવસે 6 વ્યક્તિના પરમિટના 7000 તેમજ વધારાના બાળકના 1,750નો ચાર્જ ચૂકવવાનો થશે.

adv

Related News

post
post
post
post
post
post
post