• Home
  • News
  • અમદાવાદ શહેરમાં 23 વર્ષ પછી વાવાઝોડું, મેમાં ઈતિહાસનો સૌથી વધુ 6 ઇંચ વરસાદ, 40થી 80 કિમીની પ્રચંડ ઝડપે પવન ફૂંકાયો
post

અગાઉ 1998માં એક વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 11:32:13

લગભગ 23 વર્ષના લાંબા ગાળા પછી તાઉતેવાવાઝોડું અમદાવાદને સ્પર્શીને પસાર થયું છે. વાવાઝોડાની અસરથી શહેરમાં મેમાં ઈતિહાસનો સૌથી વધુ 142 મિમી (અંદાજે 6 ઈંચ) વરસાદ થયો હતો. પવનની ગતિ પણ કલાકના 40થી 80 કિલોમીટર સુધીની રહી હતી. અગાઉ 1998માં લક્ષદ્વીપથી ઉદભવેલું વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થયું હતું. વાવાઝોડું પસાર થતાં બુધવારથી એની અસરો ઘટશે અને બપોર પછી ઉઘાડ નીકળવાની શક્યતા છે.

શહેરમાં સાંજે 5થી 7ના ગાળા દરમિયાન સૌથી વધુ ઝડપી પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત દિવસભર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. વરસાદને પગલે વાસણા બેરેજ ખાતે લેવલ ઘટાડાયું હતું. ગેટ નં.20 ફૂટ, ગેટ નં.23 1.6 ફૂટ, ગેટ નં.26, 27, 28, 30 ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા. પવન અને વરસાદથી 15 મકાન તૂટી પડ્યાં હતાં.

છેલ્લાં 10 વર્ષમાં શહેરમાં મે મહિનામાં પા ઈંચ વરસાદ પણ થયો ન હતો

વર્ષ

વરસાદ (મિમી)

1982

138.3

2011

0

2012

છાંટા

2013

0

2014

0.4

2015

6.7

2016

1

2017

2.2

2018

0

2019

0

2020

0

2021

102

ઝોન પ્રમાણે વરસાદ

ઝોન

વરસાદ ઈંચમાં

મધ્ય

12

ઉ. પશ્ચિમ

6

દક્ષિણ-પશ્ચિમ

5.5

પૂર્વ

5.7

પશ્ચિમ

5.7

દક્ષિણ

4.5

ઉત્તર

4.5

 

આ વાવાઝોડું શહેર નજીક હતું

·         1920માં 6 જૂને સાઇક્લોન સક્રિય થયું હતું, અને 14 જૂને અમદાવાદની ઘણી નજીકથી પસાર થયું હતું.

·         1975ના ઓકટોબરમાં, મોઢેરા-મહેસાણા આસપાસથી ક્રોસ કર્યું હતું.

·         એપ્રિલ 1976નાં અંતમાં ભાવનગર તળાજાથી સાયક્લોન 45 કિ.મી. દૂર મહેમદાવાદ થઇને અમદાવાદ નજીક ડીપ ડિપ્રેશન બન્યું હતું.

·         નવેમ્બર 1982નું સાઇક્લોન દીવની આસપાસ લેન્ડ થયું હતું, ખંભાતના અખાતથી ભરૂચથી થઇને નબળું પડી ગયું હતું.

·         18 જૂન 1996નું સાયક્લોન મુંબઇ પશ્ચિમમાં બનીને 19 જુને વિરમગામથી ડિપ્રેશન તરીકે પસાર થયું હતું.

·         1998માં 4 જૂને લક્ષદ્વીપમાં સક્રીય થયેલું વાવાઝોડું અમદાવાદથી 190 કિલોમીટર દૂર આવેલા ઉત્તર ગુજરાતનાં રાધનપુરમાંથી પસાર થયું હતું. તાઉતેકરતાં આ સાઇક્લોન વધુ મજબૂત હોવાથી એણે ઘણો વિનાશ વેર્યો હતો.

70 વિસ્તારમાં પાણી ભરાયાં, અનેક ઘરમાં પાણી ફરી વળ્યાં
શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં 70 વિસ્તારમાં પાણી ભરાયા હતા. તમામ વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરી હોવાથી એક કલાકમાં જ પાણી ઊતરી ગયાં હતાં. વટવામાં લક્ષ્મી તળાવામાં પાણી છલોછલ ભરાતાં ત્યાં પણ વરુણ ગોઠવીને પાણી ઉલેચાયું હતું. ગોતા, નારણપુરા, વેજલપુર, દાણીલીમડા, વિરાટનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં.

​​​​​​​તાપમાન 9.4 ડીગ્રી ગગડ્યું
પવન અને વરસાદને લીધે શહેરનું મહત્તમ તાપમાન 9.4 ડીગ્રી ગગડીને 25.8 ડીગ્રી થઈ ગયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post