• Home
  • News
  • અમદાવાદ-કેવડિયા સી-પ્લેન 30 ડિસેમ્બરથી ફરી શરૂ થશે, પ્લેન આજે બપોરે રિવરફ્રન્ટ પર આવશે
post

બુકિંગ શરૂ, જગ્યા હશે તો રિવરફ્રન્ટથી ટિકિટ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 10:59:20

એક મહિનાથી મેન્ટેનન્સના નામે માલદીવ ગયેલું સી પ્લેન ફરી બીજા તબક્કામાં 30 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. જેના પગલે સી પ્લેન 28મીએ માલેથી નીકળી કોચીન થઈ પહોંચ્યું હતું જ્યાં એરક્રાફ્ટમાં ઈંધણ ભર્યા બાદ રાત્રિ રોકાણ કરશે. મંગળવારે સવારે આ એરક્રાફ્ટ ગોવા થઈ બપોર બાદ અમદાવાદ પરત ફરશે. સ્પાઈસ જેટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ કર્યું છે.

એરલાઈન્સ દ્વારા આ સર્વિસ માટે 50 વર્ષ જુનુ એરક્રાફ્ટ મંગાવવામાં આવતા શરૂઆતથી જ આ સી પ્લેન વિવાદમાં રહ્યું હતું. લગભગ એક સપ્તાહ સુધી સી પ્લેન ઓપરેટ થયા બાદ મેઈન્ટેનન્સના નામે બે દિવસ સુધી બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ ફરી 28 નવેમ્બરથી એરલાઈન્સ દ્વારા મેઈન્ટેનન્સના નામે સર્વિસ બંધ કરી એરક્રાફ્ટ માલદીવ મોકલી દેવામાં આવ્યું હતું. એરલાઈન્સે અગાઉ 15 ડિસેમ્બર અને એ પછી 27 ડિસેમ્બરે સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. એરક્રાફ્ટમાં જગ્યા હશે તો રિવરફ્રન્ટ એરોડ્રામ ખાતે બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post