• Home
  • News
  • અમદાવાદમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 22,386ના એઇડ્સના ટેસ્ટ કરાયા, 296 પોઝિટિવ
post

કોરોનાના સમયમાં પણ 26 કેન્દ્રો પર એઇડ્સની તપાસ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 11:53:35

કોરોના કાળમાં પણ અમદાવાદ મ્યુનિ. દ્વારા શહેરના 26 કેન્દ્રો ખાતે એઇડ્સની તપાસ કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 22386 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 296નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આમાંથી બે ચેપગ્રસ્ત મહિલા સેક્સવર્કર્સ હતી જ્યારે 2 પુરુષો ગે હોવાનું મ્યુનિ. અધિકારી સૂત્રોનું કહેવું છે.

એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના અધિકારીના કહેવા મુજબ કોરોનાને કારણે એઇડ્સ તપાસ અંગેની કામગીરીને પણ અસર થઇ છે, પણ શહેરમાં 26 કેન્દ્રો પર 22386થી વધારે શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 296 જેટલા એઇડ્સ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામને મ્યુનિ. મારફતે સારવાર અપાઇ રહી છે.

હાલમાં શહેરમાં 10 હજારથી વધુ નાગરિકો એઇડ્સ પોઝિટિવ છે. તેમને મ્યુનિ. મારફતે એટીઆર (એન્ટિરીટ્રોવાયરલ ટ્રીટમેન્ટ)અપાય છે. જે એચઆઇવી પોઝિટિવ દર્દીઓને લાંબુ જીવવા અને આરોગ્ય સુધારવા જરૂરી છે. બાળકો માટે ઇંજેક્શનથી લઇને સીરપ સુધીની અને મોટાઓ માટે ઇંજેક્શન તેમજ દવા પણ અપાઈ છે.

2019માં 1.12 લાખ ટેસ્ટ કરાયા હતા જ્યારે આ વર્ષે માત્ર 22 હજાર થયા

વિગત

2019

2020

ટેસ્ટીંગ

112979

22386

એઇડ્સ પોઝિટિવ

1006

296

એઆરટીમાં સારવાર

95%

97%

સગર્ભા સ્ત્રીઓનું ટેસ્ટીંગ

62704

26820

સગર્ભા સ્ત્રીઓ પોઝિટિવ

79

22

પોઝિટિવ મળેલા 296 ચેપગ્રસ્ત પૈકીના 10 લોકો અમદાવાદ બહારથી આવ્યા હતા​​​​​​​

15 જેટલા લક્ષિત પ્રોજેક્ટમાં એઇડ્સ જાગૃતિ અને તપાસ અભિયાન ચલાવાય છે. જેમાં સેક્સ વર્કર મહિલા, પુરૂષ સજાતીય સંબંધ, સીરિંજથી નશો કરનાર, સ્થળાંતરિત લોકોની તપાસ, ટ્રકચાલકોની તપાસ થાય છે. આ પ્રકારની તપાસ કરવામાં આવી તે દરમિયાન શહેરમાં રહેતા હોય તેવા 26 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે 10 દર્દી બહારથી આવ્યા હતા. આ દર્દીઓને ઓરલ સબસ્ટિટ્યુશન થેરાપી સેન્ટર દ્વારા સારવાર અપાય છે.

એક ચેપ ગ્રસ્ત પાછળ મહિને 60 હજાર ખર્ચાય છે
અમદાવાદ મ્યુનિ. તેમજ સરકાર દ્વારા આ દર્દીઓને સારવાર આપવામાં આવે છે. જેમાં પ્રથમ સ્ટેજમાં જે દર્દીઓ છે તેમની પાછળ માસીક રૂ. 18 હજાર થી 24 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે બીજા સ્ટેજમાં આવેલા દર્દીઓ પાછળ મહિને રૂ. 48 હજારથી 60 હજાર જેટલો ખર્ચો કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post