• Home
  • News
  • લોકસભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ 11 ઉમેદવારો કર્યા જાહેર, ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈને મેદાનમાં ઉતાર્યા
post

સમાજવાદી પાર્ટીએ અગાઉ 30 જાન્યુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 19:30:36

સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે વધુ 11 ઉમેદવારોનું એલાન કરી દીધુ છે. પાર્ટીએ મુઝફ્ફરનગર, ગાઝીપુર જેવી મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પણ ઉમેદવારો ઉતાર્યા છે. મુઝફ્ફરનગરથી હરેન્દ્ર મલિકને ટિકીટ આપી છે અને ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને ટિકીટ આપવામાં આવી છે.


સમાજવાદી પાર્ટીએ શાજહાંપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિશ્રિખ લોકસભા બેઠક પરથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમન, ગોંડાથી શ્રેયા વર્મા, ચંદૌલીથી વિરેન્દ્ર સિંહ અને આંવલા લોકસભા બેઠક પરથી નીરજ મૌર્યને ટિકીટ આપવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 27 ઉમેદવારો જાહેર કર્યા

સમાજવાદી પાર્ટીએ અગાઉ 30 જાન્યુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ યાદી પ્રમાણે પાર્ટીએ મૈનપુરીથી ડિમ્પલ યાદવ, સંભલથી શફિકુર રહેમાન બર્ક અને લખનઉ લોકસભા બેઠક પરથી રવિદાસ મેહરોત્રાને મેદાનમાં ઉતાર્યા છે. અખિલેશ યાદવની આગેવાની હેઠળની પાર્ટી સપાએ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં કુલ 27 બેઠકો માટે ઉમેદવારોનું એલાન કરી દીધુ છે.


adv

Related News

post
post
post
post
post
post
post