• Home
  • News
  • ગૌતમ ગંભીર બાદ ભાજપના વધુ એક નેતાનો રાજકારણમાંથી સંન્યાસ! હવે આ ક્ષેત્રમાં આપશે ધ્યાન
post

તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-02 16:13:39

આજે સવારે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ (BJP MP) અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિથી સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે હજારીબાગના સાંસદે ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

હું પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ : જયંત સિન્હા

હજારીબાગના સાંસદ (Hazaribagh MP) જયંત સિન્હા (Jayant Sinha)એ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ને વિનંતી કરું છે કે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું.' તેમણે વધુમાં કહ્યું કે 'હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. 'આ ઉપરાંત, મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને મારા હૃદયપૂર્વક આભાર. જય હિંદ.'

adv

Related News

post
post
post
post
post
post
post