• Home
  • News
  • કયો સાપ જે શિવજીએ કરેલો છે ધારણ, તેને મારવા પર થઈ શકે છે 6 વર્ષની સજા
post

ભારતમાં, કિંગ કોબ્રા વન્યજીવ સંરક્ષણ સૂચિમાં છે, તેથી તેમની હત્યા એ ગુનો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 16:37:37

શિવ ભક્તો માટે શ્રાવન મહિનો ખૂબ જ પવિત્ર છે. ભોલેનાથના માથા પર ચંદ્ર અને ગળામાં સાપ વીંટળાયેલો છે.  ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા નાગ વિશે કહેવાય છે કે તે વાસુકી નાગ છે. જે હિમાલયમાં જોવા મળે છે. આ નાગએ સાપની એક ખાસ પ્રજાતિ છે જે દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના કેટલાક ભાગોમાં વ્યાપકપણે જોવા મળે છે. એશિયાના સાપમાં તેને સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે.આ સાપ માંસાહારી છે, જેના આહારમાં માત્ર અન્ય પ્રાણીઓ જ નહીં પરંતુ અન્ય સાપનો પણ સમાવેશ થાય છે. 

ભારતના કેટલાક ભાગોમાં, લોકો તેને ભગવાન શિવના ગળામાં રહેતો સાપ માને છે, જેના કારણે સાપને મારતા નથી. નાગરાજની સરેરાશ લંબાઈ 03 થી 04 મીટર અને સરેરાશ વજન 06 કિલો છે. 

સાપને મારવાથી 6 વર્ષની જેલ

ઘણા નથી જાણતા પરંતૂ આ સાપને મારવાથી તમને જેલ પણ થઇ શકે છે. ભારતમાં, કિંગ કોબ્રા વન્યજીવ સંરક્ષણ સૂચિમાં છે, તેથી તેમની હત્યા એ ગુનો છે, તેમને મારવાથી હત્યા જેવા કાયદાકીય આરોપો પણ થઈ શકે છે. 6 વર્ષની જેલ થઈ શકે છે. 

સાપનો રંગ થોડો પીળો સાથે ઘેરો બદામી હોય છે. શરીર પર કાળા અને સફેદ ડોટ્સ જેવુ હોયછે. તે તેનું માથું ઊંચું કરીને ફન ફેલાવે છે. માદા સાપ સૂકા પાંદડાનો માળો બનાવે છે અને તેમાં 12થી 22 ઈંડા મૂકે છે. લગભગ બે મહિનામાં, ઈંડામાંથી 8 થી 10 ઈંચના સફોલે નીકળે છે. જે ઝડપથી માણસની પાછળ દોડી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post