• Home
  • News
  • સુરતના નિવૃત્ત CP સતીશ શર્માના બેંક એકાઉન્ટમાંથી એપલની આઈટ્યુનનાં નાણાં કપાયાં હતાં
post

સતીશ શર્માએ ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 09:24:33

સુરત: ગત તા.26મી ડિસેમ્બર-2019ના રોજ વહેલી સવારે શહેરના નિવૃત્ત પોલીસ કમિશનર સતીશ શર્માના ખાતામાંથી 4899ની રકમ ઉપડી ગઈ હતી. સાયબર ક્રાઇમ સામાન્ય નાગરિકની સાથે આવા બનાવો બને તો પહેલા અરજી લઈ તપાસ કરતી હોય છે, જયારે અહીં તો ખુદ નિવૃત્ત પોલીસ કમિશનર સતીશ શર્માની સાથે ઠગાઈ થઈ હોવાના કારણે પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ ગુનો દાખલ કરી દીધો હતો. 4 દિવસ પછી સાયબર ક્રાઇમે કેસની તપાસ શરૂ કરી હતી.


એપલ આઈટ્યુન એપ્લીકેશન નાખી હોવાના કારણે તેનો દર વર્ષે ચાર્જ કપાય છે
જેમાં બેંકમાંથી સ્ટેટમેન્ટ સહિતની વિગતો મંગાવી જેમાં જાણવા મળ્યું કે નિવૃત્ત સીપીના ખાતામાંથી 4899 રૂપિયા કપાયા હતા તે રૂપિયા એપલની આઈટયુન સબસ્ક્રીપ્શન સર્વિસનો ચાર્જ કપાયો છે. નિવૃત્ત સીપીના બેંક ખાતામાંથી ઓટો ડેબિટ કરાવ્યું હતું. સીપી શર્માની પાસે એપલ કંપનીનો મોબાઇલ છે જેમાં એપલ આઈટયુન એપ્લીકેશન નાખી હોવાના કારણે તેનો દર વર્ષે ચાર્જ કપાય છે. વખતે 26મી ડીસેમ્બરે ખાતામાંથી રૂપિયા કપાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post