• Home
  • News
  • પ્રશંસનીય કામગીરી : એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી પ્રસૂતાને સ્ટ્રેચરમાં સૂવડાવી 108ની ટીમ દોઢ કિ. મી. દોડી
post

અધૂરા માસે પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં કરાવાઇ પ્રસૂતિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:05:19

જામનગરના કાનાલુસમાં ગુરૂવારે શ્રમજીવી સગર્ભા મહિલાને અધુરા માસે અચાનક પ્રસુતિની પીડા ઉપડતા 108ની ટીમ દોડી હતી. જો કે, એમ્બ્યુલન્સ તેના રહેઠાણ સુધી જઈ શકે તેમ ન હોવાથી મહિલાને સ્ટ્રેચરમાં સુવડાવીને 108ની ટીમે દોટ મૂકી હતી. આ જ સ્થિતિમાં વચ્ચે આવતા રેલવે ટ્રેકને પણ ઓળંગ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચીને તેને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે દુ:ખાવો વધી જતાં રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી હતી.

જામનગર પંથકના કાનાલુસ નજીક રેલ્વેના પુલનાકામના સ્થળે મજુરી કરતા સર્ગભા શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર નામની પરિણીતાને ગુરૂવારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે અધુરા માસે અચાનક પ્રસૃતની પીડા ઉપડતા પરીજનોએ 108ની ટીમને જાણ કરી હતી જેના પગલે મોટી ખાવડી લોકેશન પરથી ટીમ તાત્કાલિક રવાના થઇ હતી,રેલ્વે સ્ટેશન પર માલગાડી હોવાથી આ એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હતી અને આશરે દોઢેક કિ.મિ. દુર હતા.

આથી 108 સ્ટાફના પાઇલોટ ધર્મેશભાઇ અને ઇએમટી રસીલાબાએ સ્ટ્રેચરમાં સર્ગભાને રેસ્કયુ કરી માલગાડી ક્રોસ કરી એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા અને હોસ્પીટલ તરફ જવા માટે રવાના થયા હતા.જોકે, આ સર્ગભાને દુ:ખાવો એકદમ વધી જતા માર્ગમાં જ એમ્બ્યુલન્સને રોકી ડીલેવરી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.આથી સ્ટાફના રસીલાબાએ તુરંત ઉચ્ચ અધિકારીની મદદથી સફળ પ્રસૃતિ કરાવી પ્રસૃતા મહિલા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

આ બંને માતા-પુત્રને વધુ સારવાર અર્થે જી.જી.હોસ્પીલમાં ખસેડાયા હતા. ખાસ કરીને અધુરા માસે થતી પ્રસૃતિ ઘણી મુશ્કેલ ગણવામાં આવે છે ત્યારે શ્રમજીવી પરિવાર માટે 108ની સેવા આર્શિવાદરૂપ સાબિત થતા સમગ્ર પરીવારે હર્ષાશ્રુ સાથે કામગીરીને બિરદાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post