• Home
  • News
  • સુરતમાં પ્લોટ પચાવી પાડનાર માથાભારે ઈસમો સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલાના સલાહકાર પર હિંસક હુમલો
post

હુમલાખારો બેઝ બોલના ફટકા લઈ તૂટી પડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 12:04:24

ભેસ્તાન ઉમીદ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના ચાર પ્લોટ ઉપર રૂપિયા 10ના જુના સ્ટેમ પેપર પર બોગસ લખાણ ઉભી કરી પચાવી પાડનાર માથાભારે ઈસમો સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલાના સલાહકાર ઉપર જાહેરમાં હિંસક હુમલો થતા ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારની બપોરે થયેલા હુમલા બાદ શકીલ અહેમદ શેખને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા બાદ ખટોદરા પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ શકીલભાઈએ જણાવ્યું હતું કે, હુમલાખોરો મારો મારી ઓફીસથી જ પીછો કરી રહ્યા હતા અને હું એક મીડિયા હાઉસમાં ઇન્ટરવ્યુ આપી બહાર નીકળ્યો ને તરત મારી ઉપર બેઝ બોલના ફટકા લઈ તૂટી પડ્યા હતા. શકીલભાઈને હાથ અને પગે ફ્રેક્ચર અને મોઢા પર મૂઢમાર હોવાનું જાણવા મળ્યુ છે.

ખટોદરા CNG પમ્પની ગલીમાં અજાણ્યા ઈસમોનો હુમલો
શકીલ અહેમદ શેખ (ઉ.વ. 53, રહે. ઉધના અમન સોસાયટી) એ જણાવ્યું હતું કે પ્લોટ પચાવી પાડનાર અસામાજિક તત્વો સામે હું એક ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો. જ્યાંથી બહાર નીકળતા જ ખટોદરા CNG પમ્પની ગલીમાં મારી ઉપર કેટલાક અજાણ્યા ઈસમો ફટકા લઈ તૂટી પડ્યા હતા. સોમવારની બપોરે જાહેરમાં થયેલા હુમલા બાદ બુમાબુમ થઈ જતા લોકો ભેગા થતા જોઈ હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ મને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખાસેડાતા હાથ-પગે ફ્રેક્ચર અને મોઢા પર મૂઢમાર હોવાનું બહાર આવ્યું હતું.

રિમાન્ડ હેઠળ આરોપીઓના માણસોએ હુમલો કર્યો
શકીલ શેખે જણાવ્યું હતું કે ભેસ્તાન ઉમીદ નગર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં એક મહિલાએ 1984માં પ્લોટ લીધા હતા. જેના પર કલીમ શા, યુસુફ શા, ઇબ્રાહિમ પઠાણ, અમારા પ્લોટ હોવાનું કહી પચાવી પાડવાની કોશિસ કરી રહ્યા છે. જે બાબતે પીડિત મહિલાના સલાહકાર તરીકે તેઓએ મદદ કરી તમામ પુરાવા ભેગા કર્યા હતા અને 10 રૂપિયાના જુના સ્ટેમ્પ પર લખાણ કરાવી બોગસ પેપર પર પ્લોટ પચાવવાની કોશિસ કરનાર તમામ સામે સચિન પોલીસ સ્ટેશનમાં 12મી નવેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ તમામ આરોપીઓની કસ્ટડી થયા બાદ એક દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા. તે દરમિયાન 14 મીના રોજ બપોરે આ જમીન પ્રકરણને લઈ હું વાર્તાલાભ કરવા નીકળ્યો હતો ત્યારે મને મારી નાખવાના ઇરાદે રિમાન્ડ હેઠળ આરોપીઓના માણસોએ મારી ઉપર હુમલો કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી
વધુમાં કહ્યું હતું કે, પોલીસ કસ્ટડીમાં બેઠા બેઠા આરોપીઓ મારી ઉપર હુમલો કરાવી શકતા હોય તો એમની દાદાગીરી વિશે અંદાજ આવી ગયો છે. જોકે હું મહિલાને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ અને એને ન્યાય અપાવીશ. આ સંદર્ભે મે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ન્યાયની અપીલ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post