• Home
  • News
  • ફરી કુનો પાર્કમાંથી આવ્યા ખરાબ સમાચાર : માદા ચીત્તા જ્વાલાના એક બચ્ચાનું થયું મૃત્યુ
post

તાજેતરમાં જ જન્મેલા માદા ચીતા જ્વાલાના 4 બચ્ચામાંથી 1નું બિમારીના કારણે આજે મોત નિપજ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:58:03

ભોપાલ: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ જન્મેલા માદા ચીત્તા જ્વાલાના ચાર બચ્ચામાંથી એકનું બિમારીના કારણે આજે મોત નિપજ્યું છે. કુનોમાં 24 માર્ચના રોજ માદા ચીત્તાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ ચારેય બચ્ચાઓ સ્વસ્થ હતા અને માતા સાથે સમય પસાર કરી રહ્યા હતા. જોકે મોનીટરિંગ દરમિયાન એક બચ્ચું બિમાર હોવાનું સામે આવ્યું હતું, તેની સારવાર પણ ચાલી રહી હતી, જોકે આજે તેનું મૃત્યુ થયું હતું. પીસીસી વાઈલ્ડ લાીફ જસવીરસિંહે માદા ચીત્તા જ્વાલાના બચ્ચાનું મૃત્યુ નિપજ્યું હોવાની પુષ્ટી કરી છે.

બે મહિનામાં ત્રીજા ચીત્તાનું મોત

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ગત બે મહિનામાં ત્રીજા ચીત્તાનું મોત નિપજ્યું છે, ઉપરાંત એક બચ્ચાએ પણ જીવ ગુમાવ્યો છે. કુનો નેશનલ પાર્કમાં ચીત્તાઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના કારણે ચીત્તા પ્રોજેક્ટની સફળતા પર સવાલો ઉઠી રહ્યા છે. ઉપરાંત અધિકારીઓ પણ ચીત્તાઓના મોતથી ચિંતિત બન્યા છે. આ બચ્ચાથી પહેલા ચિતા સાસા, દક્ષા અને નર ચિતા ઉદયનું મોત થયું હતું. ત્રણ ચિતા અને એક બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં 17 ચિત્તા અને 3 બચ્ચા બચ્યા છે.

2 નર ચિત્તાઓએ હુમલો કરતા માદા ચિતા દક્ષાનું થયું હતું મોત

અગાઉ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી દક્ષા નામની માદા ચિતાનું મૃત્યુ થયું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્તાઓ વચ્ચેની લડાઈમાં દક્ષાનું મૃત્યુ થયું હતું. 2 નર ચિત્તાઓએ તેના પર હુમલો કર્યો, જેમાં દક્ષાનું મોત થયું હતું. PCCF જે.એસ.ચૌહાણે ચિતાના મોતની પુષ્ટિ કરતી પ્રેસ નોટ જારી કરી છે.

ગત એપ્રિલમાં ચિતા ઉદયઅને સાશાનું થયું હતું મોત

ગત એપ્રિલમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા ઉદયનું મોત થયું હતું. ચિત્તા ઉદય બિમાર હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તો 5 વર્ષની માદા ચિત્તા સાશાનું પણ એપ્રિલમાં મોત થયું હતું. સાશાની કિડની ખરાબ હોવાથી તેનું મોત થયું હતું. 

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી

ઉલ્લેખનિય છે કે, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ અધિકારીએ ગત એપ્રિલમાં દાવો કર્યો હતો કે, મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી. ઘટના એવી છે કે એક મહિનામાં 2 ચિતાઓના મૃત્યુને લઈને ચિતાની રેખાઓ દોરવા લાગી છે. આ નેશનલ પાર્ક 748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 487 ચોરસ કિલોમીટર બફર ઝોનમાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ચિત્તાને તેના હલનચલન માટે લગભગ 100 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે. WII ના ભૂતપૂર્વ ડીન યાદવેન્દ્રદેવ વિક્રમસિંહ ઝાલાએ કહ્યું કે, કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિતાઓ માટે પૂરતી જગ્યા નથી. કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ, જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓએ એ પણ સૂચવ્યું કે મેટાપોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે, જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post