• Home
  • News
  • બાંગ્લાદેશ પહેલીવાર ICC ટૂર્નામેન્ટ જીત્યું, 4 વારના ચેમ્પિયન ભારતને 3 વિકેટે હરાવ્યું; ટાઇટલ જીતનાર 7મો દેશ
post

ભારતે 177 રન બનાવ્યા, જવાબમાં બાંગ્લાદેશે 42.1 ઓવરમાં 7 વિકેટે 170 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:32:27

બાંગ્લાદેશ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને 3 વિકેટે હરાવી પહેલીવાર ચેમ્પિયન બન્યું છે. બાંગ્લાદેશ પહેલીવાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું ટાઇટલ જીત્યું છે. તે સીનિયર લેવલે વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T-20 વર્લ્ડ કપ જીત્યું નથી. બીજીતરફ ભારતીય ટીમ ત્રીજી વાર ફાઇનલ હારી છે. પહેલા 2006માં પાકિસ્તાન અને 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યું હતું.

ભારત પ્રથમ દાવમાં 177 રનમાં ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશને વરસાદના લીધે 45 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેમણે 17 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કેપ્ટન અકબર અલી મેન ઓફ મેચ બન્યો હતો. તે 43 રને અને રકિબુલ હસન 9 રને અણનમ રહ્યા હતા. ઓપનર પરવેઝ હોસેને ઇજા થઇ હોવા છતાં 79 બોલમાં 7 ફોરની મદદથી અગત્યના 47 રન કર્યા હતા.

ટૂર્નામેન્ટમાં 400 રન કરનાર અને 3 વિકેટ ઝડપનાર યશસ્વી જયસ્વાલ મેન ઓફ સીરિઝ બન્યો હતો.

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પિનર્સ દ્વારા શ્રેષ્ઠ દેખાવ:

·         4/8 : પિયુષ ચાવલા v પાકિસ્તાન, 2006

·         4/30 : રવિ બિશ્નોઇ v બાંગ્લાદેશ, 2020*

·         3/16 : રવિન્દ્ર જાડેજા v પાકિસ્તાન, 2006

 

ભારત 177 રનમાં ઓલઆઉટ થયું

ભારત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 47.2 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થયું છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા ભારતીય બેટિંગ લાઈનઅપને સરળતાથી રન કરવા દીધા નહોતા. ટીમ ઇન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે સતત ચોથી મેચમાં 50 રનનો આંક વટાવ્યો હતો. તેમજ ટૂર્નામેન્ટમાં કુલ પાંચમી વાર 50+ રનનો સ્કોર કર્યો. તેણે 121 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 88 રન કર્યા હતા.

ભારતના 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા

તિલક વર્માએ 38 અને ધ્રુવ જુરેલે 22 રનનું યોગદાન આપ્યું હતું. ત્રણ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નહોતું. બાંગ્લાદેશ માટે અવિષેક દાસે સર્વાધિક 3 વિકેટ લીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post