• Home
  • News
  • 12 વર્ષ અગાઉ મિત્રતા થઈ, 7 વર્ષ વાત ના કરી; હવે 30મીએ લગ્ન કરશે
post

ઓલિમ્પિયન તીરંદાજ દીપિકા અને અતાનુ રાંચીમાં લગ્ન કરશે, બંને ટોક્યો ઓલિમ્પિકમાં રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 10:25:56

જયપુર: ઓલિમ્પિયન તીરંદાજ દીપિકા કુમારી અને અતાનુ દાસ 30 જૂને રાંચીમાં લગ્ન કરવાના છે. બંને છેલ્લા 12 વર્ષથી તીરંદાજી સાથે જોડાયેલા છે. પ્રારંભમાં તેઓ સારા મિત્રો હતા, પછી મિત્રતા તૂટી અને 7 વર્ષ સુધી એકબીજા સાથે વાત ના કરી. સાથે તીરંદાજી કરતા સમયે ફરી મિત્રતા થઈ અને અંતે હવે આ વાત લગ્ન સુધી પહોંચી ગઈ. બંને ખેલાડીઓ આવતા વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. દીપિકા ઝારખંડની છે જ્યારે અતાનુ દાસ પશ્ચિમ બંગાળનો. કોરોના વચ્ચે લગ્ન વિશે શું પ્લાનિંગ છે, ઈન્ટર કાસ્ટ મેરેજ પર પરિવારજનો રાજી થયા. આ વાતો પર પૂર્વ વર્લ્ડ નંબર-1 દીપિકા કુમારી સાથે વાતચીતના મુખ્ય અંશ: 

કોરોના સંકટમાં લગ્નનું પ્લાનિંગ કરવાનું કોઈ ખાસ કારણ?
કોરોનાને લીધે જીવન એક રીતે થંભી ગયું છે. તેમછતાં જીવવાનું તો ચાલુ રાખવું પડશે ને. તો અમે વિચાર્યું કે લગ્ન માટે આ સમય યોગ્ય છે. અગાઉ ટોક્યો ઓલિમ્પિક બાદ લગ્ન કરવાનો પ્લાન હતો. હવે ઓલિમ્પિક પણ 1 વર્ષ માટે ટળ્યું છે. આ ઉપરાંત ના તો કોઈ કેમ્પ છે ના તો કોઈ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. લગ્નમાં તમામ ગાઈડલાઈનને ફોલો કરાશે. 50થી વધુ લોકોને સામેલ નહીં કરાય. માત્ર પરિવારજનો અને ખાસ મિત્રોને આમંત્રણ મોકલાશે.

એક સમય એવો હતો જ્યારે અતાનુ સાથે તમારી મિત્રતા તૂટી ગઈ હતી?
હું અને અતાનુ 2008થી સારા મિત્રો હતા. 2010માં અમારી મિત્રતા તૂટી. દરેક કેમ્પમાં, ટૂર્નામેન્ટમાં સાથે રહેતા. સાથે રમતા પરંતુ 7 વર્ષ અમે એકબીજા સાથે વાત ના કરી. જે પછી 2017માં મેક્સિકો વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન વાત ફરી શરૂ થઈ અને મિત્રતા આગળ વધી. 2018માં લગ્ન અંગે વિચાર્યું.

તમારા ઈન્ટર કાસ્ટ મેરેજ છે, તે માટે પરિવારજનો કેવી રીતે રાજી થયા?
અતાનુના પરિવારમાં તમામ લોકો રાજી હતા, પરંતુ મારા પરિવાર અને ગામમાં ઈન્ટર-કાસ્ટનો વિરોધ હતો. મે માતા-પિતાને તૈયાર કર્યા. મારી રમતના કારણે ગામના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. માત્ર વિચાર બદલવાની જરૂર હતી. મે તેમને સમજાવ્યા, પછી કોઈ સમસ્યા ના થઈ.

લૉકડાઉન દરમિયાન તમે કઈ રીતે સમય પસાર કર્યો?
લૉકડાઉન દરમિયાન ઘરમાં પ્રેક્ટિસ કરતી. પ્રેક્ટિસ વધુ નહોતી રતી, પરંતુ બંગાળી ભોજન બનાવતા શીખી રહી હતી. આમ પણ મને કુકિંગનો શોખ છે. લગ્ન બાદ ફરવાનો પ્લાન નથી બનાવ્યો. રમતના કારણે હું વિદેશમાં ફરતી રહી છું. હું લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર જોવા માગીશ. ત્યાં કેસરના ફૂલોના બગીચા અને બરફના પહાડો જોવાનું મને ગમશે.

રમત પ્રેમીઓને તમારી પાસેથી મેડલની આશા છે?
જીવનમાં ઘણું મેળવ્યું છે. માત્ર એક વાતની ખોટ છે એ છે ઓલિમ્પિક મેડલ. આશા છે ટોક્યો ઓલિમ્પિકમાં ખોટ પૂરી થઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post