• Home
  • News
  • રાજકોટ એરપોર્ટ પર બે કલાક બેસી રહેવા અંગે બેન સ્ટોક્સે કર્યો ખુલાસો, કહ્યું- સિંગલ એન્ટ્રી વિઝાના કારણે ઇમિગ્રેશનમાં તકલીફ થઈ હતી
post

જસપ્રીત બુમરાહનું પ્રદર્શન આ સિરીઝમાં ખૂબ સારું રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-14 17:52:57

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આગામી 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે મેચમાં 2-1થી સિરીઝમાં આગળ વધવા માટે આજથી બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જેમાં સવારના સમયે ભારતીય ટીમના ખેલાડીઓ અને બપોરના સમયે ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી હતી. ટીમ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે રેહાન અહેમદના વિઝા મળી ચૂક્યા છે. બે દિવસ પૂર્વે હિરાસર એરપોર્ટ ખાતે સિંગલ એન્ટ્રી વિઝાના કારણે ઇમિગ્રેશનમાં તકલીફ થઈ હતી.

જસપ્રીત બુમરાહનું પ્રદર્શન આ સિરીઝમાં ખૂબ સારું રહ્યું
વધુમાં જણાવ્યું હતું કે, ટીમમાં એક વધારાનો પેસર રાખવાના કારણે માર્ક વુડનો ઉપયોગ અમે પ્રથમ ટેસ્ટ કરતાં અલગ રીતે કરી શકીશું. જસપ્રીત બુમરાહનું પ્રદર્શન આ સિરીઝમાં ખૂબ સારું રહ્યું છે. અમારી ટીમના ખેલાડીઓએ તેની સામેની રણનીતિ ઘડી કાઢી છે. વિરાટ કોહલી હાલ હાજર નથી પરંતુ અમે ઈચ્છીએ કે સર્વશ્રેષ્ઠ ખેલાડી અમારી સાથે રમે. હું આશા રાખું છું કે તે જલદીથી મેદાન પર આવે અને અમે સાથે રમીએ.

લોકલ બોય જાડેજા પર સૌનું ધ્યાન
આજની નેટ પ્રેક્ટિસમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કે.એસ. ભરત સહિતના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકલ બોય જડ્ડુ પર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે, કારણ કે તેમના માટે આ મેદાન અને પીચ હોમ ગ્રાઉન્ડ છે. જેથી તે અહીં સારું પર્ફોર્મન્સ આપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.


adv

Related News

post
post
post
post
post
post
post