• Home
  • News
  • ભારત માતા - દરેક ભારતીયનો અવાજ:જે વાત દિલમાંથી નીકળે છે એ દિલમાં ઊતરે છેઃ રાહુલ ગાંધી
post

ભારત માતાના આત્માના મોતી જે હું મારી અંદરની નદીમાં શોધી રહ્યો હતો તે ભારત માતાના તમામ બાળકોના લહેરાતા મોજા અનંત મહાસાગરમાં જ મળી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:41:54

ગયા વર્ષે, હું મારા ઘર, એટલે કે ભારત માતાના આંગણામાં, એકસો પિસ્તાળીસ દિવસ પગપાળા ચાલ્યો હતો. મેં દરિયા કાંઠેથી યાત્રાની શરૂઆત કરી અને ધૂળ, તડકો, વરસાદની મોસમમાંથી પસાર થયો. જંગલો, શહેરો, ખેતરો, ગામડાઓ, નદીઓ અને પર્વતોની વચ્ચેથી થઈને હું મહેબૂબ કાશ્મીરના નરમ બરફ સુધી પહોંચ્યો.

રસ્તામાં ઘણા લોકોએ મને પૂછ્યું: તમે આવું કેમ કરી રહ્યા છો? આજે પણ ઘણા લોકો મને યાત્રાના હેતુ વિશે પૂછે છે. તમે શું શોધી રહ્યા હતા? તમે શું મેળવ્યું? વાસ્તવમાં, હું કંઈક એવું સમજવા માંગતો હતો જે મારા દિલની ખૂબ નજીક છે, જેણે મને મૃત્યુ સાથે આંખ મીલાવવા અને "ચરૈવેતિ" ની પ્રેરણા આપી, જેણે મને પીડા અને અપમાન સહન કરવાની શક્તિ આપી. અને જેના માટે હું બધું બલિદાન આપી શકું છું.

વર્ષોથી હું લગભગ દરરોજ સાંજે વર્ગીશમાં 8-10 કિમી દોડું છું. મેં વિચાર્યું: ફક્ત "પચીસ"? હું સરળતાથી 25 કિમી ચાલી શકું છું. મને ખાતરી હતી કે તે એક સરળ પદયાત્રા હશે. પરંતુ ટૂંક સમયમાં મને પીડાનો સામનો કરવો પડ્યો. મારી ઘૂંટણની જૂની ઈજા, જે લાંબી સારવાર બાદ ઠીક થઈ ગઈ હતી, તે પીડા ફરી થઈ. બીજા દિવસે સવારે, લોખંડના કન્ટેનરના એકાંતમાં મારી આંખોમાં આંસુ હતા. હું બાકીના 3800 કિમી કેવી રીતે ચાલીશ? મારો અહંકાર તૂટી ગયો હતો.

પદયાત્રા શરૂ થતાંની સાથે જ પીડા ભૂખ્યા વરુની જેમ મારો પીછો કરતી રહી હતી અને મારી રોકાવાની રાહ જોતી હતી. થોડા દિવસો પછી મારા જૂના ડૉક્ટર મિત્ર આવ્યા, તેમણે પણ કેટલાક સૂચનો આપ્યા. પરંતુ પીડા એમને એમ જ હતું.

પરંતુ પછી કંઈક ગજબનું બન્યું. તે એક નવી યાત્રાની શરૂઆત હતી. જ્યારે પણ મારું હૃદય ડૂબવા લાગે છે, ત્યારે મને લાગ્યું કે હવે હું ચાલી શકીશ નહીં, અચાનક કોઈ આવીને મને ચાલવાની શક્તિ આપી જતા હતા. ક્યારેક સુંદર આઠ વર્ષની નાનકડી બાળકી, ક્યારેક કેળાની ચિપ્સ સાથે એક વૃદ્ધ મહિલા, ક્યારેક કોઈ માણસ જે ભીડ વચ્ચેથી આવે છે, મને ગળે લગાવી ગુમ થઈ જાય છે. જાણે કોઈ નીરવ અને અદ્રશ્ય શક્તિ મને મદદ કરી રહ્યું હોય, ગાઢ જંગલોમાં પણ તે દરેક જગ્યાએ હાજર હતી. જ્યારે મને ખરેખર તેની જરૂર હોય ત્યારે આ શક્તિ મને મદદ કરવા અને પ્રકાશ આપવા માટે પહેલેથી જ ત્યાં હતી.

યાત્રા આગળ વધતી ગઈ હતી. લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતા રહ્યા. શરૂઆતમાં, હું દરેકને મારી વાત કહેવા માંગતો હતો. મેં તેમને સમજવાનો પૂરો પ્રયત્ન કર્યો. મેં લોકોની સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે વાત કરી. ટૂંક સમયમાં જ લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ અને મારા ઘૂંટણનો દુખાવો અસહ્ય હતો, તેથી મેં ફક્ત લોકોને જોવાનું અને સાંભળવાનું શરૂ કર્યું.યાત્રામાં ઘણો ઘોંઘાટ થતો હતો. લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, તસવીરો ક્લિક કરતા, ચાલતા રહ્યા. આ જ દિવસનો ક્રમ હતો. દરરોજ 8-10 કલાક સુધી હું ફક્ત લોકોની વાતો સાંભળતો અને ઘૂંટણના દુખાવાની અવગણના કરવાનો પ્રયાસ કરતો હતો.

પછી એક દિવસ, મેં અચાનક અને અણધાર્યું મૌન અનુભવ્યું. મારો હાથ પકડીને મારી સાથે વાત કરતી વ્યક્તિના અવાજ સિવાય મને કશું જ સંભળાતું ન હતું. મારી અંદરનો અવાજ જે મને બાળપણથી જ કંઈક કહેતો હતો, તે શાંત થવા લાગ્યો. એવું લાગ્યું કે કંઈક કાયમ માટે ખૂટી રહ્યું છે.

તે એક ખેડૂત હતા અને મને તેના પાક વિશે કહેતા હતા. તેણે રડતા-રડતા મને સડેલા કપાસની ગાંસડીઓ બતાવી, હું તેના હાથમાં વર્ષોની પીડા જોઈ શકતો હતો. પોતાના બાળકોના ભવિષ્ય માટે તેનો ડર હું અનુભવી શકતો હતો. તેની આંખોના ખાડા બધી ભૂખી રાતોની હાલત કહી દેતા હતા. તેણે કહ્યું કે તે તેના મૃત્યુ પામેલા પિતા માટે કંઈ કરી શક્યો નહીં. તેણે કહ્યું કે કેટલીકવાર તેની પાસે તેની પત્નીને આપવા માટે એક પૈસો પણ નથી હોતો. તેણે તેની જીવનસાથીની સામે જે અકળામણ અને તકલીફ અનુભવી, જાણે​ તે મારા હૃદયમાં ખુંચી ગઈ. હું કશું બોલી શક્યો નહિ. નિઃસહાય બનીને, હું તે ખેડૂતને ભેટી પડ્યો હતો.

હવે આવું વારંવાર થઈ રહ્યું છે. ઉજળા સ્મિતવાળા બાળકો આવ્યા, માતાઓ આવી, વિદ્યાર્થીઓ આવ્યા, બધાને મળીને આ લાગણી મને વારંવાર થઈ. આવો જ અનુભવ દુકાનદારો, સુથારો, મોચી, વાળંદ, કારીગરો અને મજૂરો સાથે થયો હતો. સૈનિકો સાથે મેં આ અનુભવ્યું છે. હવે હું ભીડ, અવાજ અને મારી જાતને સાંભળી શકતો ન હતો. જે વ્યક્તિ મારા કાનમાં કંઈક બબડાટ કરી રહી હતી તેના પરથી મારું ધ્યાન હટતું જ નહીં. આજુબાજુનો ઘોંઘાટ અને મારી અંદર છુપાયેલ અહર્નિશ, મારા પર ચુકાદો આપનાર માણસ, કોઈ અજાણી જગ્યાએ ગુમ થઈ ગયો હતો. જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને નાપાસ થવાનો ડર છે, ત્યારે મને તેનો ડરને અનુભવ થતો. એક દિવસ ચાલતી વખતે, હું રસ્તા પર ભીખ માંગવા મજબૂર બાળકોના જૂથને મળ્યો. તે બાળકો ઠંડીથી ધ્રૂજી રહ્યા હતા. તેમને જોઈને મેં નક્કી કર્યું કે જ્યાં સુધી હું ઠંડી સહન કરી શકું ત્યાં સુધી આ ટી-શર્ટ પહેરીશ.

મારા વિશ્વાસનું કારણ અચાનક મારી સામે પ્રગટ થઈ રહ્યું હતું. મારા ભારત માતા, એ માત્ર જમીનનો ટુકડો નથી, એ માત્ર ઘારણાનો સમૂહ નથી, ન તો કોઈ ચોક્કસ ધર્મ, સંસ્કૃતિ કે ઈતિહાસની કે કોઈ વિશેષ જાતિનું વર્ણન નથી. તેના બદલે, ભારત માતા દરેક ભારતીયનો અવાજ છે, પછી તે નબળા હોય કે મજબૂત. આનંદ, ભય અને દર્દ એ અવાજોમાં ઊંડે સુધી સમાયેલું છે, તે છે ભારત માતા. ભારત માતાનો આ અવાજ સર્વત્ર ચારે બાજુ છે. ભારત માતાનો આ અવાજ સાંભળવા માટે તમારો પોતાનો અવાજ, તમારી ઇચ્છાઓ, તમારી આકાંક્ષાઓને શાંત કરવી પડશે. ભારત માતા દરેક સમયે બોલે છે. ભારત માતા કોઈના કાનમાં કંઈકને કંઈક વાત કરે જ છે, પરંતુ જ્યારે તે વ્યક્તિનો આત્મા સંપૂર્ણ રીતે શાંત હોય છે, જેમ કે ધ્યાન કરનાર વ્યક્તિનું મૌન.

બધું ખૂબ સરળ હતું. ભારત માતાના આત્માના મોતી જે હું મારી અંદરની નદીમાં શોધી રહ્યો હતો તે ભારત માતાના તમામ બાળકોના લહેરાતા મોજા અનંત મહાસાગરમાં જ મળી શકે છે.

-રાહુલ ગાંધી, વાયનાડથી કોંગ્રેસના સાંસદ​​​​​​

 

adv

Related News

post
post
post
post
post
post
post