• Home
  • News
  • 53 ટકા લોકો માને છે કે ત્રણ મહિનાથી એક વર્ષની વચ્ચે સ્થિતિ સામાન્ય થશે, 50 ટકા લોકો હજુ પણ કડક લૉકડાઉન માટે તૈયાર
post

ભારતના મુખ્ય રાજ્યોના 18552 લોકોએ લૉકડાઉન મુ્દ્દે મત રજૂ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 09:05:00

ભોપાલ: કોરોનાનો સામનો કરવા માટે હજુ પણ 98 ટકા લોકો લૉકડાઉન માટે તૈયાર છે, તેમાં પણ 50.4નું માનવું છે કે જરૂર પડતા તેઓ કડક લૉકડાઉન કરવું જોઇએ. જ્યારે 47.4 ટકા લોકો જરૂરી સેવા માટે છૂટ સાથે લૉકડાઉનના પક્ષમાં છે. આ મત ભાસ્કરના ઓનલાઇન સરવેમાં જાણવા મળ્યો છે. આ સરવે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ અને દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. 5 સવાલો પર લોકોના મત જાણવામાં આવ્યા.


50
ટકા લોકોનું માનવું છે કે ત્રણેય લૉકડાઉન અસરકારક રહ્યા 
શનિવારેથી ગુરુવાર સુધી 6 દિવસમાં 18552 લોકોએ તેમાં ભાગ લીધો. તેમાંથી 50 ટકા લોકોનું માનવું છે કે ત્રણેય લૉકડાઉન અસરકારક રહ્યા. 54.3 ટકા મુજબ જરૂરી સેવાઓ, સામાનની બરાબર આપૂર્તી થઇ, જ્યારે 40.3 ટકા સંપૂર્ણપણે સંતુષ્ટ નથી. 3.4 ટકાએ કહ્યું કે આપૂર્તી નથી થઇ. 92.7 ટકાએ કહ્યું કે લૉકડાઉનનું પાલન ન હોત તો સ્થિતિ વધુ બગડી શકી હોત.


શું તમારા શહેરમાં લૉકડાઉન અસરકાર રીતે લાગૂ થયું?

·         50 ટકા લોકોએ કહ્યું- સંપૂર્ણપણે

·         35 ટકા લોકોએ કહ્યું- 50 ટકા સફળ રહ્યું

·         4 ટકા લોકોએ કહ્યું- આંશિક રીતે 

·         11 ટકા લોકોએ કહ્યું- બિલકુલ નહીં

લૉકડાઉન દરમિયાન જરૂરી સામાન/સેવાઓ યોગ્યરીતે મળી રહી?

·         54.3% લોકોએ કહ્યું- હાં સંપૂર્ણપણે

·         40.3% લોકોએ કહ્યું- બિલકુલ નહીં

·         3.5% લોકોએ કહ્યું- પરંતુ સંપૂર્ણપણે નહીં

લૉકડાઉનનું પાલન ન હોત તો, કોરોનાથી સ્થિતિ વધુ બગડી હોત?

·         92.7% ટકા લોકોએ કહ્યું- હાં

·         5.4%  લોકોએ કહ્યું- નહીં

·         1.9% લોકોએ કહ્યું- કહી ન શકાય

જો જરૂર પડે તો શું ભવિષ્યમાં પણ કડક લૉકડાઉન કરવું જોઇએ?

·         50.4% લોકોએ કહ્યું- હાં સંપૂર્ણપણે  

·         47.4% લોકોએ કહ્યું- લૉકડાઉન થાય પણ જરૂરી સામાન માટે છૂટ મળે.

·         2.2% લોકોએ કહ્યું- બિલકુલ નહીં

કોરોનાને કારણે પ્રભાવિત થયેલું જીવન સામાન્ય થઇ જશે?

·         9% લોકોએ કહ્યું- 3 મહિનામાં

·         19% લોકોએ કહ્યું- 6 મહિનામાં

·         24.7%  લોકોએ કહ્યું- એક વર્ષમાં 

·         47.4% લોકોએ કહ્યું- કહી શકાય નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post