• Home
  • News
  • હજારોની ભીડ ભેગી કરીને ભાજપના નેતાએ પૌત્રીની સગાઈ કરી
post

એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો સગાઈ પ્રસંગ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-02 09:18:36

તાપી :લોકોના મોઢા પરથી માસ્ક જરા પણ હટી જાય તો હજાર રૂપિયાનો દંડ લેવામાં આવે છે. તો લોકોને અંકુશમાં રાખવા માટે સરકારે કરફ્યૂ પણ લગાવ્યો છે. પરંતુ સરકાર પોતાના જ નેતાઓને અંકુશમાં રાખી શક્તી નથી. કોરોના ગાઈડલાઈનના સરેઆમ ભંગનો કિસ્સો તાપીમાં બન્યો છે. ભાજપના જ નતા કાંતિ ગામિતના પૌત્રીની સગાઈમાં તમામ નિયમો નેવે મૂકાયા છે. ભાજપના માજી મંત્રી કાંતિભાઈ ગામીતની પૌત્રીની સગાઈ વિધિનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. એક તરફ લોકોને લગ્નમાં મંજૂરી નથી મળી રહી, ત્યાં ભાજપના જ નેતાએ ટોળાને ભેગા કરીને પૌત્રીનો સગાઈ પ્રસંગ કર્યો હતો.

સગાઈ કાર્યક્રમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા

કાંતિ ગામીતના પરિવારના પ્રસંગનો વિવાદ થતા તેના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. રાજ્ય સરકારે સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. વીડિયોના આધારે વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે. 

 ખુદ કાંતિ ગામીત માસ્ક વગર જોવા મળ્યાં 

પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં તમામ નિયમોને નેવે મૂકાયા. જેના પરથી લાગે છે કે, નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડે છે. નેતાઓ બિન્દાસ્તપણે પોતાના કાર્યક્રમો યોજે છે. જે રીતે સગાઈમાં ભીડ એકઠી કરાઈ છે, તે જોતા કોરોનાનુ સંક્રમણ વકરી શકે છે. ખુદ પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીત પણ પ્રસંગમાં માસ્ક વગર જોવા મળ્યા હતા. ભાજપે પોતાના નેતાઓને આવા પ્રકારના પ્રસંગો ન યોજવા સ્પષ્ટ સૂચના આપી હતી. છતાં નેતાઓ જ પક્ષની સૂચનાને આંખ આડા કાન કરે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, લોકોએ માસ્ક પહેર્યા નથી. કોઈ સામાજિક અંતર નથી. મોટી સંખ્યામાં સગાઈના પ્રસંગમાં લોકો ગરબે રમતા નજરે પડયા. ત્યારે  માજી ધારાસભ્યને સોનગઢ પોલીસ સ્ટેશનમાં જવાબ લેવા માટે બોલાવાયા હતા. 

કાંતિ ગામીતના પુત્ર તથા પૌત્રીએ પણ પ્રસંગમાં માસ્ક પહેર્યું નથી. નેતાઓ હવે બેફામ બન્યા છે તેનુ આ મોટું ઉદાહરણ છે. ત્યારે જોવું એ રહ્યું કે, ભાજપ પક્ષ પોતાના આ નેતા સામે શું પગલા લેશે. આ વીડિયો બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

મંજૂરી નથી, છતાં 1000 માણસોનું રસોડું હતું 

સૂત્રોનું કહેવુ છે કે, સગાઈમાં 500 થી 1000 માણસોના જમણવારનું રસોડુ હતું. ત્યારે કેવી રીતે આ પ્રકારનું આયોજન કાંતિ ગીમિત કરી શકે છે. રાત્રે 9 વાગ્યા બાદ પ્રસંગની પરમિશન નથી. ત્યારે આ સગાઈનો પ્રસંગ મોડી રાત સુધી ચાલ્યો હતો. આવામાં પોલીસ પણ શું કરી રહી હતી તેના પર પણ અનેક સવાલો પેદા થાય છે. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post