• Home
  • News
  • કેન્દ્રની 50 લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ
post

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-09 15:33:00

 કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને  દિવાળીની ભેટ આપી છે. સરકારે 50 લાખ કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં  5 ટકાનો વધારો જાહેર કર્યો છે. હવેથી કેન્દ્રીય સરકારી કર્મચારીને 12 ટકાથી વધીને 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ જાહેરાતનો લાભ કર્મચારીઓ સાથે 62 લાખ પેન્શનધારકોને પણ મળશે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય  મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ યોજી અને આ જાહેરાત કરી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આજે મળેલી કૅબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. પહેલાં મોંઘવારી ભથ્થામાં 3 ટકા જેટલો વધારો થતો હતો જોકે, સરકારે આ વખતે 5 ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય લાગુ થવાથી સરકારી તિજોરી પર 16 હજાર કરોડ રૂપિયાનું ભારણ વધશે. આ મોંઘવારી ભથ્થુ 1 જુલાઈથી લાગુ પડશે.

ડિયરનૅસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને આવાસ-ભોજનના ખર્ચને વધારે સારી રીતે ભોગવી શકાય તેના માટે આપવામાં આવે છે. મોંઘવારીના દરમાં વધારો થયા બાદ પણ કર્મચારીની જીવનશૈલીમાં કોઈ ફરત ન પડે તેથી સરકરાર તેમને આ ભથ્થું આપતી હોય છે. આ ભથ્થું સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોના કર્મચારીને આપવામાં આવે છે.

જાવડેકરે જણાવ્યું હતું કે કૅબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં આધારનું જોડાણ કરી શકે છે. અગાઉ આ મર્યાદા ટૂંકી હતી જેમાં છૂટછાટ આપવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈ પણ ખેડૂતનો હપ્તો અટકાવવામાં નહીં આવે.

 

adv

Related News

post
post
post
post
post
post
post