• Home
  • News
  • તકેદારી : ચીફ જસ્ટિસ ઉપ્રના મુખ્ય સચિવ અને ડીજીપીને મળશે, અયોધ્યા ચુકાદા પહેલાં તૈયારીની માહિતી લેશે
post

ચુકાદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રોબ્લેમ્સને રોકવા માટે પોલીસે 3,000 શંકાસ્પદ લોકોની ઓળખ કરીને તેમના પર નજર રાખી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 11:23:14

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ આરકે તિવારી, ડીજીપી ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં સીનિયર ઓફિસર્સને મળશે. માનવામાં આવે છે કે, ચીફ જસ્ટિસ અયોધ્યા કેસમાં નિર્ણય આવતા પહેલા તૈયારીઓ વિશે માહિતી મેળવશે.


પ્રશાસને ફોર્સ પાસે 100 કંપનીઓ માંગી :
અયોધ્યા જિલ્લાને ચાર ઝોન- રેડ, યલો, ગ્રીન અને બ્લૂમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં 48 સેક્ટર બનાવવામાં આવ્યા છે. વિવાદિત પરિસર રેડ ઝોનમાં આવેલું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષા યોજના એ રીતે બનાવવામાં આવી રહી છે કે, એક આદેશથી સમગ્ર અયોધ્યાને સીલ કરી શકાય. પ્રશાસને નિર્ણયનો સમય નજીક આવતા અર્ધ સૈન્ય બળોની વધારે 100 કંપનીઓની માંગણી કરી છે. આ પહેલાં દીપોત્સવ પર સેનાની 47 કંપનીઓ અહીં પહોંચી હતી અને તે અત્યારે પણ તહેનાત છે.


1600 વોલિયન્ટર્સ તહેનાત :
અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના દુષ્પ્રચાર અથવા કોઈ પણ સંપ્રદાય વિરુદ્ધ ભડકાઉ કન્ટેન્ટના પ્રસાર પર નજર રાખવા માટે જિલ્લાના 1600 સ્થાન પર 16 હજાર વોલિયન્ટર્સ તહેનાત કર્યા છે. પ્રોબ્લેમ્સ રોકવા માટે શંકાસ્પદ 3000 લોકોને નજર હેઠળ રાખવામાં આવ્યા છે.


અમારી તૈયારીઓ પૂરી- ડીએમ :
અયોધ્યાના ડીએમ અનુજ કુમારે કહ્યું છે કે, પ્રશાસનની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. જોકે નિર્ણયને ધ્યાનમાં રાખીને વિવાદિત જગ્યાની આસપાસ રહેતા લોકો ઘરમાં કરિયાણુ પણ જમા કરી રહ્યા છે. જોકે તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, સામાન્ય જીવન પર કોઈ અસર નહીં થાય. નિર્ણય આવ્યા પછી સ્કૂલો ક્યારથી ચાલુ થશે તે વિશે પણ વાતચીત કરી લેવામાં આવી છે.


રેલવેએ આરપીએફની બધી રજાઓ રદ કરી :
અયોધ્યા વિશે નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલ પોલીસે પણ એક એડ્વાઈઝરી જાહેર કરી છે. દરેક ઝોન કાર્યાલયને મોકલવામાં આવેલા 7 પેજના દસ્તાવેજમાં પ્લેટફોર્મ, સ્ટેશન અને યાર્ડ પર ખાસ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. તે સાથે જ હિંસાની દ્રષ્ટીથી સંવેદનશીલ અને એવા સ્થળોની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે કે, અસામાજિક તત્વો વિસ્ફોટકો છુપાવી શકે છે. ભીડવાળા વિસ્તારમાં 78 સ્ટેશન પર સુરક્ષા વધારવાનું કહેવામાં આવ્યું છે. જેમાં મુંબઈ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના સ્ટેશન સામેલ છે. તે સાથે જ રેલવે સ્ટેશન અને આસપાસના ધાર્મિક સ્થાન પર ખાસ નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. આરપીએફએ તેમના દરેક કર્મચારીઓની રજા રદ કરી દીધી છે અને અયોધ્યા પર નિર્ણય આવતા પહેલાં રેલગાડીઓમાં પણ વધારીની ફોર્સ તહેનાત કરવાની વાત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post