• Home
  • News
  • સરહદ વિવાદ:ચીને ડોકલામ નજીક ગોલમુડ એરબેઝ પર ક્રૂઝ મિસાઇલ અને પરમાણુ બોમ્બર તહેનાત કર્યાં, સેટેલાઇટ તસવીરમાં થયો ઘટસ્ફોટ
post

ચીન જ્યાં સુધી પીછેહઠ કરવાના સ્પષ્ટ સંકેત નહીં આપે ત્યાં સુધી પેંગોંગનાં ઊંચાં શિખરો પર ભારત અડીખમ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 09:28:14

પૂર્વ લદાખમાં એલએસી પર તણાવને ઘટાડવા સૈન્ય અને રાજકીય સ્તરે મંત્રણા ચાલી રહી છે, પણ ચીન પીઠ પાછળ કાવતરાં કરવાનું બંધ કરી રહ્યું નથી. તેણે હવે ભારતના પૂર્વ ભાગમાં તણાવનો નવો મોરચો ખોલવાની તૈયારી કરી લીધી છે. તેણે ભુતાન નજીકના ડોકલામ પાસે તેની ક્રૂઝ મિસાઈલો તથા એચ-6 પરમાણુ બોમ્બર તહેનાત કરી દીધાં છે. ચીન આ વિનાશકારી હથિયારોની તહેનાતી તેના ગોલમુડ એરબેઝ પર કરી રહ્યું છે. તે ભારતીય સરહદથી માત્ર 1,150 કિમી દૂર છે.

અગાઉ ચીને આ ઘાતક બોમ્બરની તહેનાતી અક્સાઈ ચીનના કાશગર એરબેઝ પર કરી હતી. ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેટ્રેસ્ફા તરફથી જારી સેટેલાઈટ તસવીરમાં આ બોમ્બરની સાથે કેડી-63 લેન્ડ અટેક ક્રૂઝ મિસાઈલ પણ દેખાઈ રહી છે.

બીજી બાજુ, ભારતીય સેનાએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ચીન પીછેહઠ કરવાના સ્પષ્ટ સંકેત નહીં આપે ત્યાં સુધી પેંગોંગનાં ઊંચાં શિખરો પર આપણા જવાનો અડીખમ રહેશે.

ચીન ડોકલામમાં ફરી સક્રિય
ચીને ગત અમુક દિવસોથી ડોકલામ નજીક તેની એક્ટિવિટી વધારી છે. 2017માં ડોકલામમાં જ ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો અને પછી 73 દિવસની ખેંચતાણ બાદ ચીનના સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. સૂત્રો મુજબ ચીન સિંચ લાથી આશરે 1 કિમી સાઉથ ઈસ્ટની જેમ એક બહુમાળી ઈમારત પણ બનાવી રહ્યું છે. ઈન્ટેલિજન્સના અહેવાલ મુજબ એવી પણ માહિતી મળી છે કે ચીન સિંચ લાથી પશ્ચિમ માર્ગે એક પગપાળા ચાલવાના રસ્તાને પણ અપગ્રેડ કરી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post