• Home
  • News
  • ધો.10નું 25 મેએ પરિણામ:પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહ પહેલાં ધો.10નું રિઝલ્ટ આવશે, વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાશે
post

2019થી 2022 એમ 3 વર્ષમાં પરિણામ 7 ટકા ઘટ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 17:53:28

અમદાવાદ: માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે, પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે.

ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવા સૂચના અપાશે
પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

બે-ત્રણ દિવસ પછી માર્કશીટ મળશે
મે મહિનાની શરૂઆતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારથી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે અને 25 મેના રોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થશે. ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર સીટ નંબર નાખીને વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઈ શકશે. બેથી ત્રણ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

2019થી 2022 એમ 3 વર્ષમાં પરિણામ 7 ટકા ઘટ્યું
2022
માં ધો.10માં 40584 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 63.98 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે 2020માં 66.07 ટકા અને 2019માં 70.24 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે 2021માં કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. 2019, 2020 અને 2022 એટલે કે આ ત્રણ વર્ષમાં 7 ટકા પરિણામ ઘટ્યું હતું. હવે 2023માં કેટલું પરિણામ આવશે એના પર સૌકોઈની મીટ છે. આ વર્ષે પરિણામ વધશે કે ઘટશે એ 25 મેના રોજ જ જાણવા મળશે.

14થી 29 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક જાન્યુઆરીમાં યોજાયું હતું.

ધોરણ 10ની પરીક્ષાનું આ હતું ટાઈમ ટેબલ
14
માર્ચ- ગુજરાતી
16
માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17
માર્ચ- બેઝિક ગણિત
20
માર્ચ- વિજ્ઞાન
23
માર્ચ- સામાજિક વિજ્ઞાન
25
માર્ચ- અંગ્રેજી
27
માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28
માર્ચ- સંસ્કૃત/ હિન્દી

 

adv

Related News

post
post
post
post
post
post
post