• Home
  • News
  • હાડ થીજવતી ઠંડીથી ઉત્તર ગુજરાત ઠુંઠવાયું, પવન અને ભેજનું પ્રમાણ વધતાં ઠંડી વધી
post

ડીસામાં દિવસનું 3.2 તાપમાન અને રાત્રિનું 0.4 ડિગ્રી ઘટ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 10:13:26

મહેસાણા: ઉત્તર પૂર્વિય ફૂંકાયેલા પવનો સાથે ભેજનું પ્રમાણ વધતાં અચાનક કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાતાં ઉત્તર ગુજરાત ઠુંઠવાયુ હતું. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં દિવસનું 20.2 ડિગ્રી તાપમાન સાથે 3.2 ડિગ્રી પારો અને રાત્રિનું 9.4 ડિગ્રી સાથે 0.4 ડિગ્રી પારો ઘટતાં હાડ થીજવતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું.


ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાતા અચાનક કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઇ હતી. ઉત્તર ગુજરાતમાં ગુરુવારે અચાનક પવનની ગતિ પ્રતિકલાકે 9 કિમી રહી હતી અને ભેજનું પ્રમાણ 78 ટકા રહેતાં દિવસ અને રાત્રિનો પારો ગગડયો હતો. ગુરુવારે સવારે 8.30 કલાકે તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે 11.30 કલાકે 17.6 ડિગ્રી જ્યારે બપોરે 2.30 કલાકે 20.2 ડિગ્રી જ્યારે સાંજે 5.30 કલાકે 18.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં દિવસનું 3.2 ડિગ્રી તથા રાત્રે 0.4 ડિગ્રી પારો ઘટતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. હાડ થીજવતી ઠંડીના કારણે બાળકોએ શાળાએ જવાનું પણ ટાળ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતવાસીઓએ ગરમ કપડાં સાથે તાપણાનો સહારો લેવાની ફરજ પડી હતી.


હવામાન વિભાગે જણાવ્યું કે 24 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય તો નવાઈ નહી.ઠંડીથી ઉત્તરગુજરાતનું જનજીવન પ્રભાવિત બન્યુ હતુ.
ઉત્તર પૂર્વિય પવનોની સીધી અસર .ગુ પર થાય છે, પરિણામે ઠંડી વધારે લાગે છે


ઉત્તર પૂર્વિય પવનો ફૂંકાય છે. તેની સીધી અસર ઉત્તર ગુજરાત પર થાય છે અને ઠંડીની અસર વધારે લાગે છે. બીજી તરફ બનાસકાંઠા રણ વિસ્તાર તરફ આવેલ હોવાથી માટી જલ્દી ઠંડી થઇ જાય છે. પરિણામે ઠંડીનુ પ્રમાણ પણ વધી જાય છે.હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતુ.


માઉન્ટ આબુમાં ગુરુવારે તાપમાન 3.5 ડિગ્રી, બરફની પ્રત જોવા મળી
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુરુવારે તાપમાન 3.5 ડિગ્રી જોવા મળ્યું હતું. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ, નક્કી લેખ, ગોરા-છાપરા ફાયરિંગ રેન્જ સહિત આસપાસના ડુંગરાળ વિસ્તારમાં બરફની સામાન્ય પ્રત જોવા મળી હતી. જોકે ગુરુવારે વહેલી સવારે ઠંડો પવન વધુ હોવાથી બરફ વધુ પ્રમાણમાં જામ્યો હતો.
આબુવાસીઓએ જણાવ્યું હતું કેઠંડીના દિવસોમાં જ્યારે વાદળો સવારે વધુ હોય અને પવન હોય ત્યારે બરફ જોવા મળતો નથી પણ ઠંડી વધુ અનુભવાય છે.’ ગુરુવારે દિવસ ભર ઠંડો પવન લહેરાતા આબુની મજા લેવા આવનારા સહેલાણીઓ ઠુંઠવાઇ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post