• Home
  • News
  • અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, હવે બીજા ઉમેદવાર શોધવા કોંગ્રેસ માટે માથાનો દુખાવો
post

રોહન ગુપ્તાએ કહ્યું- મારા બીમાર પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-19 18:15:56

અમદાવાદ: કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. જેમાં પણ ગુજરાતમાં કોંગ્રેસે હજુ સુધી માત્ર 7 ઉમેદવારની જાહેરાત કરી શકી છે. જેમાં પણ અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જેના કારણે કોંગ્રેસમાં કમઠાણની સ્થિતિ સર્જાઈ છે. આ મામલે રોહન ગુપ્તાએ સમગ્ર મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે. મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

ગુપ્તાનું ચૂંટણી ન લડવા પાછળનું કારણ
રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા આજે ICUમાં છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે. પાર્ટીના આદેશ બાદ મેં ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા છતાં મે તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હું આ વર્ષે દેશમાં સૌથી આદર્શ રીતે ચૂંટણી લડવા ઇચ્છતા હતો. મને જાણ છે કે મારી સીટ અઘરી છે છતાં મારી ચૂંટણી લડવાની ઈચ્છા હતી. મેં ગઈકાલે તો મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સુધીની તારીખ નક્કી કરી હતી, ત્યાર બાદ વિસ્તારમાં કાર્યક્રમ માટેની પણ તૈયારી કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post