• Home
  • News
  • ગુજરાતમાં શાંત થયેલા કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો સંક્રમિત
post

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-20 12:18:15

બનાસકાંઠા :ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. પરંતુ બનાસકાંઠામાં બહારથી આવેલા જવાનોથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 52 કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post