• Home
  • News
  • કોરોનાએ દિશા બદલી, પૂર્વમાં રાહત તો પશ્ચિમમાં 5 દિવસમાં 300થી વધુ કેસ નોંધાયા
post

વાસણા, પાલડી, નવરંગપુરા, રાણીપ સહિતના વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:46:29

અમદાવાદ: શહેરમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ 300થી વધુ કેસ સામે આવી રહ્યા છે. બીજીતરફ કોરોનાની દિશા પણ બદલાઈ છે. અનલોક-1 બાદ એક તરફ પૂર્વ વિસ્તારમાં કોરોનાથી ધીરે-ધીરે રાહત મળી રહી છે ત્યારે હવે પશ્ચિમમાં કોરોના કહેર વર્સી રહ્યો છે. જૂન મહિનાના 5 દિવસમાં જ પશ્ચિમમાં 300થી વધુ કેસ નોંધાયા છે. ખાસ કરીને વાસણા, પાલડી, નવરંગપુરા, રાણીપ સહિતના વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધ્યા છે. 

જૂન મહિનો પશ્ચિમ ઝોન માટે જોખમી
માર્ચ-એપ્રિલ તેમજ મે મહિનામાં પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ ઓછી હતી. પરંતુ જૂન મહિનામાં  દરરોજ નોંધાતા કુલ કેસમાંથી મોટાભાગના કેસ પશ્ચિમના છે. હાલમાં પશ્ચિમ ઝોનમાં 703, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 293 તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 295 કેસ એક્ટિવ છે. 8 જૂનથી લઈને 16 જૂન સુધીમાં કુલ 333 કેસ નોંધાયા છે. 

સતત 11માં દિવસે 300થી વધુ કેસ અને 19 દિવસથી 20થી વધુના મોત
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 17,629 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,253 થયો છે. જ્યારે 12,280 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. શહેરમાં 7 જૂનના રોજ 318, 8 જૂને 346, 9 જૂને 331, 10 જૂને 343, 11 જૂને 330, 12 જૂને 327,13 જૂને 344, 14 જૂને 334, 15 જૂને 327, 16 જૂને 332 અને 17 જૂને 330 કેસ નોંધાયા છે. આમ શહેરમાં સતત 11માં દિવસે 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 19 દિવસથી 20થી વધુના મોત નોંધાઈ રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post