• Home
  • News
  • 31 જુલાઇ સુધીમાં 5 લાખ લોકોના માથે કોરોનાનો તોળાતો ખતરો, હવે 31 મે સુધી બીજો તબક્કો
post

કોરોના સામેની લડતની રણનીતિનો પહેલો તબક્કો પૂરો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:14:59

વડોદરા: વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 580 પર પહોંચી છે અને તંત્રે બનાવેલી રણનીતિનો પ્રથમ તબક્કો પૂરો થતાં હવે લોકડાઉનની સંભવિત છુટછાટ વચ્ચે 31 મે સુધી બીજો તબક્કો અમલમાં આવી ગયો છે.કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે આયોજન કરવા માટે રાજય સરકારે વડોદરાના ઓએસડી તરીકે શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને મૂકયા હતા. ડો.વિનોદ રાવે પાલિકા સહિતના તંત્રને સાથે રાખી ત્રિસ્તરીય ત્રણ તબક્કાની રણનીતિ નક્કી કરી હતી.જેમાં, પહેલો તબક્કો તા.10 મે સુધી રાખ્યો હતો અને તેમાં 53 દિવસમાં કોરોના પોઝિટિવના 580 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જયારે, તા.11 મેથી કોરોનાના સંક્રમણ સામેની લડતનો બીજો તબક્કો શરૂ થઇ ચૂકયો છે.

8.6 ટકા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
પ્રથમ તબક્કામાં વ્યૂહાત્મક ઝોનીંગ, સ્ક્રીનિંગ,પરીક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેે લક્ષમાં રાખી કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર તેમજ ડેડિકેટેડ હોસ્પિટલની તૈયારી કરવામાં આવી હતી.પ્રથમ તબક્કામાં લેવાયેલા સેમ્પલ પૈકી 8.6 ટકા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.  ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, શહેરના દોઢ લાખ નાગરિકોમાં એચસીકયુ ટેબ્લેટ અને હોમિયોપેથિ દવા-ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય, તમામ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનરને કોવિડ કન્સલન્ટન્ટ તરીકે સૂચિત કર્યા છે અને શિક્ષકો-સ્વંયસેવકોની કોવિડ આર્મી બનાવીને તેમને તાલિમબધ્ધ કરવામાં આવ્યા છે.

હોમ આઇસોલેશનમાં અથવા રૂમ આઇસોલેશનમાં રાખવાની સલાહ
તેમણે જણાવ્યું હતું કે, હવે હાઇરિસ્ક ઝોન કરતાં હાઇ રિસ્ક વ્યકિત મહત્વની સાબિત થશે કેમ કે લોકડાઉનની સંભવિત છુટછાટમાં હવે રેડ-ઓરેન્જ ઝોન રિલેવન્ટ નહીં રહે. આ સ્થિતિને પહોંચી વળવા માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે અને જુલાઇ સુધીમાં પાંચ લાખ લોકોને તેની અસરની શકયતા છે. જેમને હોમ આઇસોલેશનમાં અથવા રૂમ આઇસોલેશનમાં રાખવાની સલાહ અપાશે.

નવા વિસ્તારો વધશે અને કેસો વધવાની પ્રબળ શક્યતા
કોરોના સંક્રમિતોની સંખ્યા લોકડાઉનની સંભવિત છુટછાટો વચ્ચે નવા કેસોની સંખ્યામાં વધારો થાય તેવી શકયતા જોવામાં આવી રહી છે. 25 માર્ચ સુધીમાં કોરોના પોઝિટિવના કેસોની ટકાવારી 10.5 ટકા રહી હતી તો 12 એપ્રિલ સુધીમાં 10.6 ટકા, 10 મે સુધીમાં 8.6 ની ટકાવારીની રહી છે

 

adv

Related News

post
post
post
post
post
post
post