• Home
  • News
  • કોરોના દેશમાં:એક દિવસના વધારા પછી એક્ટિવ કેસમાં 3164નો ઘટાડો, કુલ કેસ 90.50 લાખને પાર
post

IAS એકેડમી મસૂરીમાં 33 ટ્રેની અધિકારી કોરોના પોઝિટિવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 12:06:55

દિલ્હી અને કેરળમાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. જોકે અહીં શુક્રવારે નવા કેસથી વધુ દર્દી સાજા થવાથી એક્ટિવ કેસમાં વધારો થયો નથી. દેશમાં 24 કલાકમાં 3908 એક્ટિવ કેસ ઘટ્યા હતા. હવે 4.39 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. શુક્રવારે દેશમાં 46 હજાર 288 નવા કેસ નોંધાયા, 48 હજાર 881 દર્દી સાજા થયા અને 563નાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 90.50 લાખ કેસ નોંધાયા ચૂક્યા છે. 84.75 લાખ દર્દી સાજા થયા અને 1.32 લાખ દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે.

IAS એકેડમી મસૂરીમાં 33 ટ્રેની અધિકારી કોરોના પોઝિટિવ
મસૂરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમીમાં 33 ટ્રેની અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. એકેડમીના પાંચ હોસ્ટેલ એરિયાને કન્ટેન્મેન્ટ ઝોન બનાવી દેવાયો છે. આ સાથે જ એકેડમીને 48 કલાક માટે સીલ કરી દેવાઈ છે.

પીએમ મોદીએ વેક્સિનની સ્થિતિ જાણી
શુક્રવાર રાતે વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વેક્સિનના ડેવલપમેન્ટ, ઉપયોગ માટે મંજૂરી અને ખરીદવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પીએમના ટ્વિટર અકાઉન્ટથી આ માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સિનની પ્રાથમિકતાવાળા ગ્રુપ, સ્વાસ્થ્યકર્મીઓ સુધી પહોંચ, કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટક્ચર તૈયાર કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
દિલ્હી
રાજ્યમાં ગુરુવારે 7546 લોકો સંક્રમિત નોંધાયા. 6685 લોકો રિકવર થયા અને 98 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 8 હજાર 41 લોકોનાં મોત થયાં છે. સંક્રમિતોની સંખ્યા પણ વધીને 5 લાખ 10 હજાર 630 થઈ ગઈ છે, જેમાં 43 હજાર 221 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 59 હજાર 368 લોકો સાજા થઈ ચૂક્યા છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 1363 નવા કેસ નોંધાયા. 887 લોકો રિકવર થયા અને 14 લોકોનાં મોત થયાં. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 1 લાખ 88 હજાર 18 થઈ ગયો છે, જેમાં 1 લાખ 75 હજાર 89 લોકો સાજા થઈ ચૂક્યા છે. 9800 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3129 થઈ ગઈ છે.

3. રાજસ્થાન
ગુરુવારે રાજ્યમાં 2549 લોકો સંક્રમિત થયા. 1844 લોકો રિકવર થયા અને 15 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 34 હજાર 907 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 20 હજાર 168 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 12 હજાર 623 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2116 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 5535 લોકો કોરોના સંક્રમિત થયા છે. 5860 લોકો રિકવર થયા અને 154 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 17 લાખ 63 હજાર 55 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 79 હજાર 738 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 35 હજાર 971 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 46 હજાર 356 થઈ ગઈ છે.

5. ઉત્તરપ્રદેશ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2586 નવા કેસ નોંધાયા છે. હાલના સમયમાં 22 હજાર 757 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. 4 લાખ 88 હજાર 911 લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યના અપર મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે રાજ્યમાં રિકવરી રેટ 94.18% છે. સંક્રમિત લોકોમાંથી કુલ 7480 લોકોનાં મોત થયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post