• Home
  • News
  • ખેલ રત્ન જીતનાર દેશની પ્રથમ મહિલા પેરા એથલીટ દીપા મલિકે નિવૃત્તિ લીધી, પેરાલિમ્પિક કમિટીની અધ્યક્ષ બનશે
post

દીપા મલિક પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા ખેલાડી છે, તેમણે 2016 રિયો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:55:48

દેશનું સૌથી મોટું રમત સન્માન ખેલ રત્ન મેળવનાર પેરા એથલીટ દીપા મલિકે નિવૃત્તિ જાહેર કરી છે. દીપા દેશ માટે પેરાલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી છે. તેમણે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ બનવા માટે રમતને અલવિદા કહ્યું છે. 

હવે પેરા એથલેટ માટે કામ કરીશ: દીપા
તેમણે કહ્યું- મેં ગત વર્ષે 16 સપ્ટેમ્બરે નિવૃત્તિ સંબંધિત પત્ર પીસીઆઈને સોંપ્યો હતો. પરંતુ આજે મેં આ પત્ર રમતગમત અને યુવા કલ્યાણ વિભાગને પણ આપ્યો છે. હું પીસીઆઈમાં નવી સમિતિની રચના માટે હાઈકોર્ટના આદેશની રાહ જોઈ રહી હતી. જે અમારા પક્ષમાં આવ્યું. મારે મોટી તસવીર જોવાની છે જેથી હું દેશના પેરાલિમ્પિક ખેલાડીઓને આગળ લાવવાનું કામ કરી શકું.

'હું નેશનલ સ્પોર્ટ્સ કોડનું પાલન કરીશ'
નેશનલ સ્પોર્ટ્સ કોડ અનુસાર, સક્રિય એથલીટ કોઈ પણ સંઘમાં સત્તાવાર રીતે હોદ્દો રાખી શકશે નહીં. મલિક તે જ નિયમનો હવાલો આપીને નિવૃત્ત થઈ છે. તેમણે કહ્યું કે નિવૃત્તિની જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે. મારે દેશના નિયમોનું પાલન કરવું છે. પરંતુ જો જરૂર હોય તો, હું 2022 એશિયન ગેમ્સ દરમિયાન મારા નિર્ણયની સમીક્ષા કરી શકું છું. મને ખબર નથી કે મારી અંદરનો ખેલાડી કદી સમાપ્ત થશે કે નહીં.

આ નિર્ણય લેવો સરળ નહોતો: દીપા
મેં આ નિર્ણય ભારે હૃદયથી લીધો છે. પરંતુ મારે રમતની સુધારણા માટે આમ કરવાનું હતું. જો મારે પીસીઆઈમાં પદ લેવું હોય તો મારે કાયદાનું પાલન કરવું પડશે.

દીપાને પદ્મશ્રી મળ્યો છે
દેશમાં પેરાલિમ્પિક રમતોને પ્રોત્સાહન આપવામાં દીપાનું નામ ટોપ પર છે. ગયા વર્ષે રમત દિન નિમિત્તે તેમને દેશનો સર્વોચ્ચ રમત ગમત ખેલ રત્ન મળ્યો હતો. તેમને પદ્મશ્રી અને અજર્ન એવોર્ડ પણ મળ્યો છે. તે અત્યાર સુધીમાં 23 આંતરરાષ્ટ્રીય મેડલ જીતી ચૂક્યા છે

 

adv

Related News

post
post
post
post
post
post
post