• Home
  • News
  • કોરોનાની વચ્ચે સંસદનો બીજો દિવસ:રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચને કહ્યું- કેટલાક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરી રહ્યાં છે, સરકારે દખલગીરી કરવી જોઈએ
post

રાજ્યસભા આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને લોકસભા 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી ચાલશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 11:10:49

સંસદના મોનસૂન સત્રના બીજા દિવસે મંગળવારે પ્રથમ શિફ્ટમાં રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાના કથિત ષડયંત્રને લઈને રાજ્યસભામાં શૂન્યકાળ નોટિસ આપી છે. તેમણે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાનાર જ તેને ગટર કહી રહ્યાં છે. સરકાર આવા લોકોને કહે કે તે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે.

જયા બચ્ચને કહ્યું કેટલાક લોકોની છબીના કારણે તમે સમગ્ર ઉદ્યોગને બદનામ ન કરી શકો. મને શરમ આવે છે કે ગઈકાલે લોકસભામાં આપણા એક સભ્ય, જે ફિલ્મ ઉદ્યોગમાંથી આવે છે, તેઓ તેની વિરુદ્ધ બોલ્યા. આ શરમજનક છે. તમે જે થાળીમાં ખાવ છો, તેમાં થૂંકી ન શકો.

સોમવારે ભાજપ સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવુડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું શૂન્યકાળ દરમિયાન કહ્યું કે પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘુસણખોરી થઈ ચૂકી છે અને એનસીબી તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે મારી માંગણી છે કે આ મામલામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

બપોર પછી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક થશે
સત્ર શરૂ થતાં પહેલાં રવિવારે થયેલી સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટી(BAC)ની પ્રથમ બેઠકમાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષોએ ચીન અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવાની માગ કરી હતી. જોકે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ એના માટે કોઈ સમય નક્કી કર્યો નથી. આજે બપોર પછી ફરીથી BACની મીટિંગ થશે. એમાં મોન્સૂન સત્રના પહેલા સપ્તાહના શિડ્યૂલ પર ચર્ચા કરવામાં આવશે.

સત્રના પ્રથમ દિવસે શું થયું ?
1.
પ્રશ્નકાળ હટાવવા અંગે બબાલ
લોકસભામાં પ્રશ્નકાળ ન કરાતા ગૃહમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ તેને ગોલ્ડન અવર્સ જણાવતા કહ્યું કે, સરકાર લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આટલા બધા લોકો ગૃહમાં ભેગા થઈ શકે તો પ્રશ્ન પૂછવામાં કોરોના ક્યાં વચ્ચે આવે છે? તેમણે કહ્યું કે, પ્રશ્નકાળમાં સાંસદ જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે. તેને રદ્દ કરવો ખોટું છે. જેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર કોઈ ચર્ચા કે સવાલનો જવાબ આપવાથી પાછળ નથી ખસી રહી. છેલ્લા પાંચ વર્ષમાં પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભાનો 60% અને લોકસભાનો 40% સમય વ્યર્થ ગયો છે.

2. સંસદમાં સરકાર ભૂલી કે લોકડાઉનમાં કેટલા મજૂરોના મોત થયા
કોરોના મહામારીના પગલે માર્ચમાં લાગુ કરાયેલા લોકડાઉન પછી લાખો મજૂરોના ઘરે પરત ફરતી વખતે જ મોત થયા હતા. હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેને એ વાતનો ખ્યાલ નથી કે લોકડાઉન દરમિયાન કેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો. કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે એ વાતનો સ્વીકાર કર્યો કે પ્રવાસી મજૂરોના મોતનો કોઈ આંકડો નથી.

3. હરિવંશ એક વખત ફરી રાજ્યસભાના વાઈસ સ્પીકર તરીકે ચૂંટાયા
નવા સભ્યોના શપથ પછી વાઈસ સ્પીકરની ચૂંટણી થઈ, જેમાં NDAના હરિવંશની ધ્વનિમતથી ચૂંટાયા. તેમની સામે UPAના રાજદ નેતા મનોજ ઝા ઉમેદવાર હતા.

સત્ર શરૂ થતા પહેલા જ મોદી ચીન પર બોલ્યા
ભારત-ચીનની વચ્ચે તણાવની સ્થિતિ પર બબાલની શકયતાની વચ્ચે સોમવાર લોકસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા જ સંસદ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અાપણી સેનાના જવાન સીમા પર તહેનાત છે, થોડા સમય પછી બરફનો વરસાદ પણ શરૂ થશે. આવા સમયમાં સંસદમાંથી એવો અવાજ આવવો જોઈએ કે દેશ અને સંસદ જવાનોની સાથે છે.

સત્ર પહેલા જ 17 સાંસદ કોરોના પોઝિટિવ
સત્ર પહેલા લોકસભાના 17 સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેમાં મીનાષી લેખી સહિત 12 સાંસદ ભાજપના છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 30 સાંસદોને કોરોના છે. આ સિવાય સંસદના 50 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post