• Home
  • News
  • રાતોરાત બાજી પલટાઈ,મહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બની
post

શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-23 10:32:26

મુંબઈ: શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂર હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ફરી સીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારજીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ લેવા માટે શુભેચ્છા. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.

ફડણવીસે કહ્યું, અમારા નેતા મોદીજી અને શાહજીનો ખૂબ આભાર. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે મને સેવા આપવાનો મોકો આપ્યો છે. મહારાષ્ટ્રની જનતાએ એક સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. શિવસેનાએ અમારી સાથે ગઠબંધન કરવાની જગ્યાએ બીજે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો. શિવસેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોને આ વાત શોભા નથી આપતી કે અહીં વધારે દિવસ રાષ્ટ્રપતિ શાસન રહે. અહીં એવી સરકાર પણ ન બનવી જોઈએ જે વધારે દિવસ ચાલી ન શકે. હું અજીત પવારજીનો આભાર માનુ છું કે તેમણે અમને સાથ આપ્યો. તેથી અમે રાજ્યપાલને દાવો રજૂ કર્યો. રાજ્યપાલે રાષ્ટ્રપતિજી સાથે ચર્ચા કરી કે રાષ્ટ્રપતિ શાસન હટાવવાની મંજૂરી આપવામાં આવે. તેથી રાજ્યપાલજીએ અમને શપથ માટે બોલાવ્યા. અજીત પવારે કહ્યું કે, અમે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાથે આવ્યા છીયે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા હતા. અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રી ફોર્મ્યૂલાની વાત પર બીજેપી શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી હતી. ત્યારપછી ઘણી બેઠકોની વાતચીત પછી શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે સહમતી બનતી દેખાઈ હતી. શુક્રવારે રાતે એનસીપી એનસીપી અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કહી દીદું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સહમતી બની ગઈ છે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, વાતચીતમાં ઘણાં મુદ્દાનો ઉકેલ આવ્યો છે. પરંતુ હજી પણ ઘણાં મુદ્દે વાતચીત ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post