• Home
  • News
  • અમદાવાદના ડો.આરતી ભટ્ટે 4200 કોરોનાના દર્દીઓની સારવાર કરી અને 50 ટકાથી વધુને 10 દિવસમાં સાજા કર્યા
post

આયુર્વેદિક સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન થતી 90 ટકાથી વધુ દર્દીઓ આજે સ્વસ્થ અને સુરક્ષિત

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 09:31:31

આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સાથે લડી રહ્યું છે. ગુજરાતમાં માર્ચ મહિનાથી આ ખતરનાક વાઈરસની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં તો ડોક્ટરો પણ આ પ્રકારની સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તેવી મુંજવણમાં હતા. આ પ્રકારની પરિસ્થિતી વચ્ચે અમદાવાદના એક આયુર્વેદિક ડોક્ટરે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 4200થી વધુ દર્દીઓને આયુર્વેદિક દવાઓ તેમજ યોગ્ય માર્ગદર્શન આપી ભયથી મુક્ત કર્યા છે. લોકડાઉનના સમયે દર્દીઓને ફોન પર જ તમામ આયુર્વેદિક દવાઓ તેમજ કયા રિપોર્ટ કઢાવવા તે અંગેનું માર્ગદર્શન પુરુ પાડતા હતા. ડો.આરતી બેન ભટ્ટ જેટલા પણ દર્દીઓને સારવાર આપી છે તેમાથી 90 ટકાથી વધુ દર્દીઓ આજે સ્વસ્થ અને સુરક્ષિત છે. તેમજ 50 ટકાથી વધુ દર્દીઓ તો માત્ર 10થી 12 દિવસમાં સજા થઈ ગયા હતા. આજે પણ તેઓ સતત ડો.આરતીબેનના સંપર્કમાં છે. ડો. આરતી બેન ભટ્ટ છેલ્લા 38 વર્ષથી અમદાવાદના મણીનગર તેમજ પાલડીમાં આયુર્વેદિક ક્લીનિક ચાલાવે છે.

પહેલા કોરોના સામે કેવી રીતે લડવું તેનાથી અમે લોકો પણ અજાણ હતા
કોરોનાકાળમાં દર્દીઓ સાથે પોતાનો અનુભવ વિશે પુછતા ડો.આરતીબેને વાતચીતમાં જણાવ્યું કે, શરૂઆતમાં કોરોના મહામારી વિશે અમે લોકો પણ અજાણ હતા. આ માટે અમારા ડોક્ટરોની ઘણી મિટિંગો પણ જેમા આગળ કેવા પ્રકારના પગલા લેવા તેના વિશે ચર્ચાઓ થતી હતી. મિટિંગમાં જો MBBS ડોક્ટરોની અછત પડે તો આયુર્વેદિક ડોક્ટરોની મદદ લેવામાં આવશે આવી વાત થતા જ મેં સૌથી પહેલા મારુ નામ લખાવ્યું હતું. કારણ કે હું માનું છું કે તમે દર્દીની યોગ્ય સારવાર ત્યારે જ કરી શકો જ્યારે તમે તેને રૂબરૂબ મળ્યો. ત્યારબાદ ધીરે-ધીરે મેં દર્દીઓ સાથે ફોન દ્વારા વાતચીત શરૂ કરી. તેમજ દર્દીઓને જરૂરી રિપોર્ટ કઢાવવા તેમજ તેઓના સ્વસ્થ અનુસાર આયુર્વેદિક દવાઓ આપવાની પણ શરૂઆત કરી દીધી હતી.

લોકડાઉનમાં દર્દીઓને માત્ર ફોન પર જ સારવાર આપીને સાજા કર્યા છે
દર્દીઓને એલોપેથીક દવાઓ કરતા આયુર્વેદિક દવાથી વધારે ફાયદો મળ્યો છે. જે મને સારવાર બાદ દર્દીઓના ફિડબેક દ્વારા જાણવા મળ્યું હતું. મારી પાસે એવા પણ દર્દીઓ આવ્યો હતા. જેઓની કંડીશન ખુબજ ક્રિટિકલ હતી, છતાં માત્ર 10 દિવસથી અંદર તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જેના કારણે અન્ય લોકો પણ આયુર્વેદિક દવાઓ પર વિશ્વાસ કરવા લાગ્યા અને પોતાની રોજની જીવનશૈલીમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા હતા. લોકડાઉનના સમયે હું દર્દીઓને માત્ર ફોન પર જ સારવાર આપતી હતી કે રિપોર્ટ કયા કઢાવવા અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કેવા પ્રકારની દવાઓ લેવી પડશે વગેરેનું માર્ગદર્શન આપતી હતી. અત્યારે પણ ક્લીનિકની સાથે ફોન પર દર્દીઓની સારવાર કરી રહી છું.

લોકોમાં વાઈરસ કરતા તેનો ડર વધારે જોવા મળ્યો, ડિપ્રેશનની સમસ્યાઓ વધી છે
છેલ્લા 9 મહિનામાં કોરોના પોઝિટિવ કરતા દર્દીઓ તેનો ડર વધારે જોવા મળ્યો છે, કેટલાક દર્દીઓ મને ફોન કહેતા કે, અમે કામ વગર બહાર નથી નીકળતા કે પછી સતત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ છીએ છતા અમને કોરોના કેવી રીતે થયો? પણ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા વાર લાગે છે ત્યારે કેટલાક દર્દેઓના શરીરમાં તેના લક્ષણો દેખાતા નથી પરંતુ તેઓ પોઝિટિવ હોય છે. આ પ્રકારના દર્દીઓ અન્ય કોઇના સંપર્કમાં આવે તો તેઓ પણ વાઈરસનો ભોગ બનતા હોય છે. ત્યારે હું તેમને કહેતી કે, આ વાઈરસથી ડરવાની નહીં પરંતુ સચેત રહેવાની જરૂર છે. રાજ્યના ઘણા એવા કેસો પણ છે જેમા લોકો કોરોનાના ડરના કારણે મૃત્યુ પામ્યા છે.

હું સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કોવિડ દર્દીઓની સારવાર કરું છું
દર્દીઓને ફોનથી ડ્રિટમેન્ટ આપવાની સાથે હું સિવિલના 1200 બેડની હોસ્પિટલમાં જઈને પણ દર્દીઓની સારવાર કરી રહી છું. તેઓને સમયસર દવાઓ આપવાથી લઈને તેમને પોતાની ઈમ્યુનિટી પાવર વધારવા માટે પોતાની જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે તેનું માર્ગદર્શન આપતી હતી. કોવિડના દર્દીને આયુર્વેદિક ગીલોઈ, તુલસી, અશ્વગંધાની ટેબલેટ આપી તેઓના ફિડબેક લેવાના હતા. જેના આ દવાઓ સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ હતી. હાલમાં હું સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કોવિડ પોઝિટિવ, પોસ્ટ પોઝિટિવના દર્દીઓ સાથે સતત સંપર્કમાં છું અને મારી ઓપીડીમાં ઘણા પેસેન્ટ આવતા હોય છે. છેલ્લા 9 મહિનાથી કોવિડ પોઝિટિવ દર્દીઓના સતત સંપર્કમાં હોવા છતા આજદીન સુધી મારા ક્યારે પણ વાઈરસની અસર જોવા મળી નથી.

મેં ઘણા દર્દીઓને આયુર્વેદિક દવાઓ દ્વારા માત્ર 10 દિવસમાં સાજા કર્યા છે
ગુજરાતની જનતા પણ હવે ધીરે-ધીરે એલોપેથીક દવાઓ છોડી આયુર્વેદિક દવાઓ તરફ વળી રહી છે. મારી પાસે ઘણા એવા પણ દર્દીઓ આવ્યા હતા જેઓનો આખો પરિવાર કોવિડ પોઝિટિવ આવ્યો હોય. અમદાવાદના મારા એક દર્દી પ્રણવ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમનામાં કોઇ લક્ષણો દેખાતા ન હતા. જેથી એઓ શરૂઆતમાં કોઈ ધ્યાન ન આપ્યું. પરિણામે તેમની સાથે તેમનો આખો પરિવાર પણ કોરોનાના સંક્રમણમાં આવી ગયો હતો. પરંતુ તેઓને મારા પાર પુરો વિશ્વાસ હતો અને મારા બતાવ્યા મુજબ તેઓએ રિપોર્ટ તેમજ જરૂરી દવાઓ લેતા હતા. જેના ભાગરૂપે માત્ર 10 દિવસની અંદર તેમના સમગ્ર પરિવારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને હાલમાં તેઓ સ્વસ્થ છે અને મારા સતત સંપર્કમાં પણ છે.

કોરોનાથી બચવું હોય તો શું કરવું જોઈએ?
જો લોકો કોરોનાથી બચવા માંગતા હોય તો નિયમિય યોગ-પ્રાણાયામ કરે. સવારે આદુનો રસ પીવો (પોતાની પ્રકૃતિ અનુસાર). બહાર જાવ ત્યારે માસ્કને ફરજિયામ નાકની ઉપર સુધી પહેરો. બીજીતરફ માણસના શરીરમાં ઈમ્યુનિટી એક જ દિવસમાં ના આવે. પરંતુ આ પ્રકારની લાઈફ સ્ટાઈલ ફોલો કરવાથી કોરોના સામે લડવામાં સપોર્ટ જરૂર થશે. કોરોનાને રોકવામાં એલોપેથીક કરતા આયુર્વેદિક દવાઓ વધારે ફાયદાકારક રહી છે. અને એટલા જ માટે અન્ય દેશોના ડેડ રેસ્યો કરતા આપણો ડેડ રેસ્યો ઓછો છે. જેનું એક કારણ આયુર્વેદ પણ છે. બીજીતરફ વાઈરસને ઠંડી કે ગરમીથી કોઈ લેવા દેવા નથી. આ તો એક સાઈલેન્ટ બોમ્બ છે. વેક્સિન ન આવે ત્યા સુધી આપણ જો સરકારી ગાઈડ લાઈનનું પાલન કરતા રહીએ તો કોરોનાને હરાવી શકીએ છીએ.

કોરોનાથી બચવાના 11 સરળ ઉપાય
1. સવારે પ્રાણાયામ-યોગ તેમજ હળવી કસરત કરવી.

2. દિવસમાં 3 વાર બન્ને નાકમાં અણુતેલના ટીપાં નાખવા.

3. હુફાળા પાણીના કોગળા કરવા, દિવસ દરમ્યાન હુફાળુ પાણી જ પીવું.

4. આદૂં-સૂંઠ, ફૂદીનો, અજમો, કાળી દ્રાક્ષ, લીંબુ, ગોળનો ઉકાળો પીવો.

5. દર 2-3 કલાકે અજમાના પાણીની નાસ લેવી.

6. શક્તિ માટે નારીયેળ અથવા લીંબુનું પાણી(ખાંડ વગર)1 વાર સવારે લેવાશે.

7. ખાંડનો ઉપયોગ, ફ્રિઝનો ઉપયોગ બીલકુલ ના કરવો, દૂધ પણ હળદરવાળું જ પીવું.

8. સાંજે 4 વાગે ફ્રૂટ લેવું અને સાંજે 6થી 7 વાગે સાદુ ભોજન.

9. રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી શાંતીથા સૂઈ જવું.

10. ઊજાગરો ના કરવો તેનાથી તબીયત બગડે છે.

11. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારે ચિંતા ના કરવી, ચિંતા કરવાથી તબીયત વધારે બગડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post