• Home
  • News
  • કુલપતિનો ગુરૂપૂર્ણિમાએ વિધિવત ચાર્જ:ડો. નીરજા ગુપ્તાએ કહ્યું- રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની સૌથી મોટી જવાબદારી
post

યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:56:27

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો. નીરજા ગુપ્તાએ 30 જૂને ચાર્જ લીધો હતો, ત્યારબાદ તે આજે ગુજરાત યુનિવર્સિટી આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે તેમને કુલપતિ ચેમ્બરમાં વિધિવત રીતે પળભર સાંભળ્યો હતો. નવા કુલપતિએ પદભાર સંભાળતા યુનિવર્સિટીના કર્મચારીઓ સહિતના અનેક લોકો નવા કુલપતિને મળવા આવ્યા હતા. નવા કુલપતિએ જણાવ્યું હતું કે, સૌથી મોટી જવાબદારી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની છે.

પડતર પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવશે
ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ જણાવ્યું હતું કે, મને જે તક મળી છે તેને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ.સૌથી મોટી જવાબદારી રાષ્ટ્રીય શિક્ષણનીતિના અમલીકરણની છે. યોગ્ય અને અસરકારક રીતે અમલ થાય તે માટે કામ કરીશ.વિદ્યાર્થીમાં વેકેશનલ ટ્રેનિંગ અને રિસર્ચ પર ભાર મૂકવામાં આવશે.આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના જે પડતર પ્રશ્નો છે, તેનો હકારાત્મક નિવારણ આવે તેવો પ્રયત્ન કરીશ.

કર્મચારીઓ,અધિકારીઓ,સેનેટ સિન્ડિકેટ સભ્યો,અધ્યાપકો મળ્યાં
નવા કુલપતિએ તરીકે નીરજા ગુપ્તાએ પદભાર સંભાળતા અગાઉ પૂજા કરી હતી. વિધિવત રીતે પદભાર સંભાળીને તમામ લોકોને મળ્યા હતા. નવા કુલપતિને મળવા કર્મચારીઓ,અધિકારીઓ,સેનેટ સિન્ડિકેટ સભ્યો,અધ્યાપકો આવ્યા હતા. જેમણે કુલપતિને શુભેચ્છા પાઠવી હતી. કુલપતિએ આજે ગુરુપૂર્ણિમા હોવાથી તમામ લોકોનું મોં પણ મીઠું કરાવ્યું હતું.

ડો. નીરજા ગુપ્તા મૂળ મેરઠના રહીશ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પૂરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીનાં નવાં કુલપતિનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીનાં કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીનાં નવાં કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021થી તેઓ સાંચી યુનિવર્સિટીનાં કુલપતિ હતાં. તેમણે મેરઠથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે મેરઠ યુનિવર્સિટીથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમફિલ અને પીએચડી કર્યું છે.

યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યાં છે
નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજનાં આચાર્ય રહી ચૂક્યાં છે. તેઓ 2006થી 2012 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલનાં પણ સભ્ય રહી ચૂક્યાં છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યાં છે. તેઓ ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનનાં સભ્ય પણ રહી ચૂક્યાં છે.

6 ભાષાનાં જાણકાર
ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યાં છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામનાં સલાહકાર રહી ચૂક્યાં છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post