• Home
  • News
  • ભારતના આ રાજ્યોમાં ગમે ત્યારે આવી શકે છે ભૂકંપ, IIT કાનપુરના સંશોધનમાં મોટો દાવો
post

ભારતના હિમાલયના રાજ્યોમાં ગમે ત્યારે આવી શકે છે વિનાશક ભૂકંપ: IIT કાનપુર

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 18:14:37

નવી દિલ્હી,તા.14 નવેમ્બર 2022,સોમવાર

નેપાળમાં શનિવારે રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપની અસર જોવા મળી હતી. આ પહેલા મંગળવાર-બુધવારની રાત્રે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. IIT કાનપુરના રિસર્ચમાં ભૂકંપના આંચકાને લઈને મોટો ખુલાસો થયો છે. આ મુજબ ભારતના હિમાલયના રાજ્યોમાં ગમે ત્યારે વિનાશક ભૂકંપ આવી શકે છે. આ ભૂકંપ 1505 અને 1803ના ભૂકંપ જેવો હોઈ શકે છે.  આ વિશે વાત કરતાં IIT કાનપુર સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અને જીઓસાયન્સ એન્જિનિયરિંગના નિષ્ણાત પ્રો. જાવેદ.એન.મલિકે કહ્યું હતું કે, '2015માં પણ નેપાળમાં 7.8 થી 8.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. ત્યારે આઠ હજારથી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર પૂર્વ નેપાળ હતું. આ જ કારણ છે કે, તેની ભારત પર કોઈ અસર થઈ નથી. જો કે, હિમાલયની શ્રેણીમાં ટેકટોનિક પ્લેટ અસ્થિર બની ગઈ છે. જેના કારણે આવા ભૂકંપ લાંબા સમય સુધી આવતા રહેશે. આ વખતે ભૂકંપ આવવાનું આ પણ એક મોટું કારણ છે. પ્રો. જાવેદ મલિકે કહ્યું કે, તેઓ અને તેમની ટીમ લાંબા સમયથી ભૂકંપનો અભ્યાસ કરી રહી છે. આવામાં ભારત માટે એક પ્રકારની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે. જો લોકો એવું વિચારતા હોય કે નેપાળ જેવા મોટા ભૂકંપ ભારતમાં નહીં આવે તો તેઓ ખોટા છે. પ્રો. મલિકના કહેવા પ્રમાણે, 'આ વખતે નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ નેપાળ છે, જે સંપૂર્ણપણે ભારતને અડીને છે. આ જ કારણ છે કે, આ વખતે નેપાળના ભૂકંપની અસર દિલ્હી-NCR સુધી જોવા મળી હતી. પ્રો. મલિકે ત્રણ મુદ્દામાં જણાવ્યું ,કે તેમના અભ્યાસમાં શું વસ્તુઓ બહાર આવી છે?

1. ભારતની હિમાલયન શ્રેણીમાં મોટો ભૂકંપ આવવાની સંભાવના છે. હિમાલયની શ્રેણી એટલે કે, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોટો ભૂકંપ આવી શકે છે. તેની તીવ્રતા 7.8 થી 8.5 ની વચ્ચે રહી શકે છે. આ એક મોટો ખતરો છે. અમે આ તરફ પીઠ ફેરવી શકતા નથી.

2. ભારત ભૂકંપના સમયમાં પ્રવેશી ચૂક્યું છે. હવે સવાલ એ થાય છે કે, ભારતમાં આવો ભૂકંપ ક્યાં સુધી આવી શકે? આના જવાબમાં પ્રો. મલિકે કહ્યું, “અમે (ભારત) પહેલાથી જ ભૂકંપ ચક્ર ઝોનમાં પ્રવેશી ચૂક્યા છીએ. મતલબ કે, અમે સમયરેખામાં પ્રવેશ કર્યો છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં ગમે ત્યારે ભયાનક ભૂકંપના આંચકા આવી શકે છે. હિમાલય પણ આ દિશામાં નિર્દેશ કરી રહ્યો છે. હિમાલય સાવ સ્થિર બેઠો છે. આ તોફાન પહેલાની શાંતિ છે.

3. ઉત્તરાખંડ-હિમાલયના ભૂકંપની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે. પ્રો. મલિક કહે છે કે, જ્યારે પણ ઉત્તરાખંડ કે હિમાચલમાં ભૂકંપના આંચકા આવશે, ત્યારે તેની અસર સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે. તો પછી સપાટ જગ્યા કેમ નહીં? તેના ગંભીર પરિણામો પણ આવશે. ઉત્તરાખંડમાં ખાસ કરીને ગઢવાલ અને કુમાઉના વિસ્તારો વધુ રેડ ઝોનમાં છે. આ વિસ્તારો ભૂકંપનું કેન્દ્ર બની શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post