• Home
  • News
  • માલવણ-ખેરવા હાઇવે અકસ્માત:સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પર ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા દર્શનાર્થીઓની કારનો અકસ્માત, પાટણના 2 પરિવારના 7 લોકો ભડથું
post

અકસ્માતમાં ઘાયલ થયેલા કારમાં સવાર લોકો બહાર ન નીકળી શકતાં મોતને ભેટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 12:24:28

ચોટીલા દર્શન કરીને પરત ફરતાં પાટણ જિલ્લાના વારાહી અને રાધનપુર તાલુકાના દર્શનાર્થીઓની ઈકો કારનો ડમ્પર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી હતી અને કારમાં સવારે દર્શનાર્થીઓ બહાર ન નીકળી શકતા આગમાં ભડથું થઈ ગયા હતા. અકસ્માતમાં બે પરિવાર બળીને ભડથું થઈ ગયા હતા. તમામના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ થયા હતા.

કાર ખાડામાં ઊતર્યા બાદ ભભૂકી હતી
મળતી વિગતો અનુસાર, બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આજે સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં માલવણ-ખેરવા પર ઈકો કાર જીજે 24 એક્સ 1657 ઘરે પરત ફરતી વેળા ડમ્પર જીજે 33 ટી 5959 સાથે ટકરાતાં કાર ખાડામાં ઊતરી ગઈ હતી. ત્યાર બાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ 7 લોકો બળીને ભડથું થઈ ગયા હતા.

અકસ્માત બાદ આગમાં ભડથું થનારા કમનસીબનાં નામો

1.  રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉં.વ. 38) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.

2.  કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.

3.  સનીભાઈ રમેશભાઈ નાયી (ઉં.વ. 12) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.

4.  શીતલબેન રમેશભાઈ નાયી (ઉં.વ. 8) ગામ- કોરડા, તાલુકો- વારાહી, જિલ્લો- પાટણ.

5.  હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉં.વ. 35) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.

6.  સેજલબેન હરેશભાઈ નાયી (ઉં.વ. 32) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ.

7.    હર્ષિલભાઈ હરેશભાઈ નાયી (ઉં.વ. 6) ગામ- નાનાપુરા, તાલુકો- રાધનપુર, જિલ્લો- પાટણ

adv

Related News

post
post
post
post
post
post
post