• Home
  • News
  • 8 દવાઓના સેમ્પલ ફેલ, રિપોર્ટ આવતા પહેલાં જ લાખો દર્દીને વહેંચી દીધી બિનઅસરકારક મફત દવા
post

સિવિલ કેમ્પસમાં વેર હાઉસથી સરકારી હોસ્પિટલોમાં દવા વહેંચી દેવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 10:16:25

સુરતઃ તાજેતરમાં આવેલા એક રિપોર્ટે રાજ્યની વિના મુલ્ય દવા યોજનાની પોલ ખોલી નાંખી. 8 પ્રકારની દવાઓમાં કન્ટેન્ટ નથી, જે બીમારી દૂર કરવામાં અસરકારક હોય છે. મોટી ચિંતાની વાત છે કે રિપોર્ટ આવે તે પહેલાં સુરત અને તાપી જિલ્લાના પાંચ લાખથી વધુ દર્દીઓને મફત દવા વહેંચી દેવાઈ છે. રિપોર્ટ આવ્યા પછી ખબર પડી કે દવાઓ બિનઅસર છે, ત્યારે મેડિકલ વિભાગમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. દવાઓ નાની-મોટી બીમારીની નહીં પરંતુ બ્લડ પ્રેશર, મલેરિયા, ડાયેરિયા, યૂરીન રોકાવું, ઘા ભરવા અને છાતીમાં એસિડિટી અને અલ્સર જેવા રોગોના દર્દીઓને વહેંચવામાં આવી છે.


તપાસ રિપોર્ટ આવતા સુધી તો આઠેય દવાઓનો સ્ટાર ડ્રગ વેર હાઉસમાં ખતમ થઇ ગયો. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડની સરકારી હોસ્પિટલો અને દવા કેન્દ્રો પર જવા સપ્લાય કરવા માટે રાજ્યભરમાં 11 દવા ડેપો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસના ડેપોથી સુરત અને વાપી જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં દવા સપ્લાય કરવામાં આવે છે. ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર સંજય પરમારે કહ્યું કે અમારૂં કામ સેમ્પલ કરવાનું હોય છે. જ્યારે ડેપોના સીનિયર ફાર્માસિસ્ટ સંતોષે જણાવ્યું કે તેમને ઉપરથી ઓર્ડર હોય છે કે દવાની સપ્લાય કરો.સિવિલ કેમ્પસમાં વેર હાઉસથી સરકારી હોસ્પિટલોમાં દવા વહેંચી દેવામાં આવે છે.


વિના મુલ્ય દવા યોજનામાં ગરીબ દર્દીઓ સાથે થઇ રહેલ ચેડાંનો ખુલાસો

·         કારણ કે ગરીબોનો મામલો છે... સુરત ડ્રગ વેર હાઉસના ફાર્માસિસ્ટ ઇન્ચાર્જ સંતોષ પવારે કહ્યું- અમને તો ઉપરથી ઓર્ડર છે કે દવા વેર હાઉસમાં છે, ડિમાન્ડ આવે તો તે હોસ્પિટલોમાં સપ્લાય કરો. હોસ્પિટલથી સતત ડિમાન્ડ થતી રહે છે. તેથી અમારે સ્ટોક માકલવો પડે છે.

·         ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર સુમન રતનામને ભાસ્કરે 15 વખત કોલ કર્યા, ત્યારે તેમણે સમસ્યા સાંભળી અને માત્ર એટલો જવાબ આપ્યો કે- ‘ તપાસ કરાશે’.


1. ઘા ધોવા માટેનો પાઉડર
28
ફેબ્રુઆરી 2019ના રોજ નિયોમાયોસિન પોલીમેક્સિન બી સલ્ફેટ એન્ડ સેવિટરાસિન જિંક પાઉડર બેચ નંબર એમ 6828ની 6759 બોટલ (એક બોટલમાં ગ્રામ દવા) ડેપોમાં આવી. તેનો સેમ્પલ રિપોર્ટ 30 ડિસેમ્બર 2019ના રોજ ફેલ આવ્યો. તેમાં કન્ટેન્ટની માત્રા ઓછી જોવા મળી. દવા બિનઅસર સાબિત થઇ.
ઉપયોગચેપ રોકવા માટે ઘાની સફાઇ


2. જિંક ટેબલેટ: ડાયેરિયામાં ઉપયોગી
1
ઓગસ્ટ 2019ના રોજ જિંક ટેબલેટ બેચ નં. જેડીટી/9007ની 47100 ટેબલેટ સિવિલ કેમ્પસના વેર હાઉસમાં આવી. 30 ડિસેમ્બર 2019ના રાેજ સેમ્પલ રિપોર્ટ ફેલ આવ્યો. જિંકની માત્રા માપદંડથી ઓછી હતી. દવા બિનઅસર સાબિત થઇ, એટલે તેના ઉપયોગથી કોઇ ફાયદો નહી થાય.
ઉપયોગડાયેરિયાપીડિત બાળકોમાં આયરન માટે.


3. ક્લોરોફિઇન: મેલેરિયામાં ઉપયોગી
5
ઓગસ્ટ 2019ના રોજ ક્લોરોફિન બેચ નં. એઝેડટી- 373ની 59000 ટેબલેટ સુરત ડેપોમાં આવી. તેનો 7 ડિસેમ્બર 2019નો સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યો. શરીરમાં ભળી શક્તી નહતી. એટલે દવા લીધા બાદ પેટમાં પિગળશે નહીં. તેથી તેનો કોઇ ફાયદો નહીં થાય. તમામ દવા વહેંચી દેવાઇ છે.
ઉપયોગમેલેરિયાના રોગી માટે સૌથી અસરકારક દવા


4. એનાપ્રિલ મેલિએટ: બ્લ્ડ પ્રેશર માટે
5
નવેમ્બર 2018ના રોજ એનાપ્રિલ મેલિએટ ટેબ બેચ નં. જી 01107ની 1.59 લાખ ટેબલેટ આવી. 5 ઓક્ટોબર 2019ના રોજ સેમ્પલ રિપોર્ટ ફેલ આવ્યો. તેમાં કન્ટેન્ટની માત્રા ઓછી જણાઇ. તેથી દવા બિનઅસર સાબિત થઇ. જોકે રિપોર્ટ આવતા પહેલાં દવા દર્દીઓમાં વહેંચી દેવાઇ. સ્ટોક પણ ખતમ થઇ ગયો.
ઉપયોગબ્લ્ડ પ્રેશરમાં અપાતી અસરકારક દવા.


5. સ્પેરાલિપ્ટોન: યૂરીનમાં પરેશાની
20
માર્ચ 2019ના રોજ સ્પેરાલિપ્ટોન બેચ નં. જીટી 82601ની 1 હજાર ટેબલેટ સિવિલ કેમ્પસના વેર હાઉસમાં આવી. 18 ઓગસ્ટ 2019ના રાજકોટ લેબથી આવેલા રિપોર્ટમાં સેમ્પલ ફેલ જણાયું. તેમાં પણ કન્ટેન્ટની માત્રા ઓછી જણાઇ. તેનો મતલબ દવા કોઇ કામની નથી. તેમ છતાં દવા વહેંચવામાં આવી હતી.
ઉપયોગ: બ્લડ પ્રેશરમાં યૂરીન આવતા અપાય છે.


6. પોવીડન આયોડીન: ઘાવ માટે

28 સપ્ટેમ્બર 2019ના રોજ પોવીડન આયોડીન બેન્ડેજ બેચ નં. 0444ના 975 બોક્સ (એક બોક્સ 500 ગ્રામના હિસાબથી 4 ક્વિન્ટલ 87.5 કિગ્રા) સિવિલ હોસ્પિટલમાં આવ્યા. રિપોર્ટ 31 ડિસેમ્બર 2019ના રોજ આવ્યો. જણાયું કે દવામાં આયોડીન નથી. પહેલાં બધી દવા રોગીઓને વહેંચી દેવાઇ છે.
ઉપયોગ: માઇનર ઇંજરીમાં ઉપયોગ થાય છે.


7. ઓમોપ્રોજોલ: એસિડિટી, અલ્સર માટે
20
જુલાઇ 2019ના રોજ ઓમેપ્રોજોલ કેપ્સૂલ બંચ નં. 190242ના 3295 બોક્સ (એક બોક્સમાં 100 કેપ્સૂલના હિસાબથી 329500 ટેબલેટ) આવી. 18 જાન્યુઆરી 2010ના રોજ રિપોર્ટમાં કન્ટેન્ટ બરાબર નહતું. દર્દીઓને આવી દવા અપાઈ હતી.
ઉપયોગ: છાતીમાં બળતરા, એસિડિટી, અલ્સર, દવા પેટમાં બળતરા રોકવા દવા અપાય છે.



8. ક્લોરિન ટેબલેટમાં ક્લોરિન નથી
5
ઓક્ટોબર 2019ના રોજ ક્લોરિન ગોળી બેચ નં. 2525ના 129 બોક્સ (એક બોક્સમાં 1000 ગોળી) એટલે 129000 ગોળીનો જથ્થો આવ્યો. 13 ડિસેમ્બર 2019ના રોજ રિપોર્ટ ફેલ આવ્યો. જણાયું કે ગોળીઓનું પેકિંગ બરાબર નહતું, જેથી ગોળીઓનું ક્લોરિન ઉડી જતા તે બિનઅસરકારક થઇ ગઇ.
ઉપયોગ: ઘાને સાફ કરવામાં વધુ વપરાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post