• Home
  • News
  • વારાણસીથી અમદાવાદ આવતી ગોએરની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં લખનઉમાં ઇમર્જન્સી લેન્ડિંગ
post

અમદાવાદ આવતી-જતી 12 ફ્લાઇટ રદ, 12 મોડી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:11:29

વારાણસીથી અમદાવાદ આવી રહેલી ગોએરની ફ્લાઈટ જી8 768માં શુક્રવારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે ફ્લાઈટનું લખનઉ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જોકે એરપોર્ટ પર હાજર એરલાઈન્સના એન્જિનિયરોએ થોડા સમયમાં જ ખામી દૂર કરી દેતાં ફરીથી આ ફ્લાઈટ અમદાવાદ માટે રવાના થઈ હતી અને સાંજે લગભગ 4.45 વાગે અમદાવાદ પહોંચી હતી. આ ઉપરાંત અમદાવાદ આવતી જતી 12 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ હતી જ્યારે 12 ફ્લાઈટ મોડી પડી હતી.

ગોએરની ફ્લાઈટ વારાણસીથી સવારે 11 વાગ્યાના બદલે બપોરે 2 વાગ્યા બાદ ઉપડી અમદાવાદ આવી રહી હતી ત્યારે એરક્રાફ્ટમાં ખામી જણાતાં પાયલટે નજીકના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગની એટીસી પાસે મંજૂરી માંગી હતી. મંજૂરી મળતા ફ્લાઈટનું લખનઉ ખાતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તમામ પેસેન્જરોને ફ્લાઈટમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.

બીજી બાજુ થોડા સમયમાં જ એરક્રાફ્ટની ખામી દૂર થઈ જતાં ફ્લાઈટ ફરી લખનઉથી ટેકઓફ કરી સાંજે લગભગ 4.45 વાગે અમદાવાદ પહોંચી હતી. બીજી બાજુ અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ધુમ્મસ વધતા વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેના કારણે અનેક ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની 12 ફ્લાઈટ કેન્સલ થવાની સાથે 12 ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડી હતી.

કેન્સલ થયેલી ફ્લાઈટ

·         ઇન્ડિગો: દિલ્હી-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, લખનઉ-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી, અમદાવાદ-બેંગલુરુ

·         ગોએર: દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-લખનઉ, અમદાવાદ-દિલ્હી

·         સ્પાઈસ જેટ: કિશનગઢ-અમદાવાદ, ચેન્નઈ-અમદાવાદ, અમદાવાદ-કિશનગઢ, અમદાવાદ-ચેન્નઈ

મોડી પડેલી ફ્લાઇટો

ચંડીગઢ - અમદાવાદ

1.56 કલાક

ગોવા - અમદાવાદ

1.30 કલાક

અમદાવાદ - વારાણસી

3.20 કલાક

અમદાવાદ - ગોવા

1.31 કલાક

અમદાવાદ - મુંબઈ

1.45 કલાક

અમદાવાદ - ચેન્નઈ

1.25 કલાક

 

adv

Related News

post
post
post
post
post
post
post