• Home
  • News
  • UPમાં ફેક્ટરીનું બોઈલર ફાટ્યું:પ્લાસ્ટીક ફેક્ટરીમાં 8 શ્રમિકોના કરુણ મોત, 20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, પીગળેલું પ્લાસ્ટીક લોકોના શરીર ઉપર ચોટી ગયું
post

ક્ટરીમાં પ્લાસ્ટીક પીગાળવાનું કામ થતું હતું. પ્લાસ્ટીક પીગાળતી વખતે બોઈલર ફાટી ગયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-04 17:59:55

લખનઉ: ઉત્તર પ્રદેશના હાપુડમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થવાને લીધે ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુના વિસ્તારોમાં લોકો ધ્રુજી ગયા હતા. ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્યની કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ સાથે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઉપરાંત આ લોકોના મોત દાઝી જવાથી તથા શ્વાસ રૂંધાવાથી થયા છે. ફેક્ટરની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. ધૂમાળાના ગોટા આકાશમાં ફેલાઈ ગયા છે.

CM યોગીએ દુખ વ્યક્ત કર્યું
CM યોગી આદિત્યનાથે હાપુડમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની ત્વરીત પણે સારવાર કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા તથા તપાસ કરવાના આદેશ આપ્યા છે.

ફેક્ટરીમાં પ્લાસ્ટીક પીગાળવાનું કામ થતું હતું. પ્લાસ્ટીક પીગાળતી વખતે બોઈલર ફાટી ગયું હતું અને તેને લીધે ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ પ્લાસ્ટીક પીગળીને શ્રમિકોના શરીર ઉપર ચોટી ગયું છે, જેને લીધે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બોઈલર બ્લાસ્ટ સમયે આજુબાજુમાં રહેલી ફેક્ટરીની છતો પણ ઉડી ગઈ હતી અને દૂર સુધી વિસ્ફોટનો અવાજ સાંભળવા મળતો હતો. આ ઘટના હાપુડ પોલીસ સ્ટેશન ધૌલાના વિસ્તારમાં થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post