• Home
  • News
  • 9 મહિના પછી નરમ પડ્યા ખેડૂતો:સિંધુ બોર્ડર પર હાઈવેની એક સાઈડ ખાલી કરશે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી હટી જવા તૈયાર
post

આંદોલન નહીં, હવે ગદર બની ગયું છેઃ અનિલ વિજ

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:32:42

કરનાલ પછી દિલ્હી સિંધુ બોર્ડર પર પણ ખેડૂતોએ પોતાનું વલણ નરમ કર્યું છે. કિસાન આંદોલનના 9 મહિના પછી NH-44ને એક બાજુએથી ખોલવા માટે તૈયાર થઈ ગયા છે. કહેવામાં આવે છે કે આ ગતિરોધને ખતમ થવાનો રસ્તો કરનાલથી જ ખુલ્લો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી સોનીપત ઉપાયુક્ત લલતિ સિવાચ મંગળવારે કુંડલી-સિંધુ બોર્ડર પર ખેડૂતોની વચ્ચે પહોંચ્યા. તેઓએ સુપ્રીમ કોર્ટના આદેશ અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલી જણાવી ખેડૂતોને સહયોગ આપવાની અપીલ કરી. તેઓએ સમસ્યાને દૂર કરવા માટે જીટી રોડ પર લોકોને આવવા-જવા માટે રસ્તો આપવાનું કહ્યું. તેમની અપીલ બાદ કિસાન પ્રતિનિધિઓએ આ અંગે વિચાર કરવાનો વિશ્વાસ આપ્યો.

લઘુ સચિવાલયમાં મંગળવારે જ ઉપાયુક્ત અધ્યક્ષતામાં જિલ્લા અને પોલીસ પ્રશાસનની સાથે ખેડૂત પ્રતિનિધિઓની બેઠક મળી હતી. ઉપાયુક્તે જણાવ્યું કે અરજદાર મોનિકા અગ્રવાલની જનહિત અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે NH-44 પર કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો સામાન્ય લોકો માટે ખોલવામાં આવે.

દિલ્હી તરફથી દીવાલને બતાવી મુખ્ય સમસ્યા
ઉપાયુક્તના કહેવાથી કિસાન પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ એક બાજુનો રસ્તો ક્લીયર કરી દેશે, પરંતુ તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. ખેડૂત પ્રતિનિધિઓએ કહ્યું કે દિલ્હી તરફથી હાઈવે બંધ કરવાથી અને દીવાલ ઊભી કરવી તે મોટી સમસ્યા છે.

બેઠકમાં SP જશનદીપ સિંહ રંધાવા, DSP વીરેન્દ્ર સિંહ, DSP સતીશ કુમાર અને ભારત કિસાન યુનિયન દોઆબાના પ્રધાન મંજીત સિંહ, કુલદીપ સિંહ, જગવીરસિંહ ચૌહાણ, બલવંત સિંહ, મેજર સિંહ પૂનાવાલ, મુકેશ ચંદ્ર, ગુરુપ્રીત, જોગેન્દ્ર સિંહ, કુલપ્રીત સિંહ, બલવાન સિંહ, કરતાર સિંહ, સુભાષચંદ્ર સોમરા, સતનામ સિંહ, વિક્રમજીત સિંહ સહિત અન્ય ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યાં.

આંદોલન નહીં, હવે ગદર બની ગયું છેઃ અનિલ વિજ
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કિસાન આંદોલન પર કહ્યું કે આ હવે આંદોલન નથી રહ્યું. આંદોલનમાં લોકો લાકડીઓ લઈને નથી આવતા, આંદોલનમાં લોકો રસ્તાઓ નથી રોકતા, તલવાર લઈને નથી આવતા. આને આંદોલનની જગ્યાએ ગદર કે પછી બીજું જ કંઈક કહેવું જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી મનોહરલાલની અધ્યક્ષતામાં બુધવારે બેઠક મળશે, જેમાં આગામી રૂપરેખા તૈયાર કરાશે.

adv

Related News

post
post
post
post
post
post
post