• Home
  • News
  • ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
post

આર્થિક તંગી હોવા છતાં દીકરાઓને ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-16 10:07:15

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટર બંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું. જેથી કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો છે. જ્યારે હાર્દિક 12.30ની ફ્લાઈટમાં હાર્દિક મુંબઈથી આવશે.

હાર્દિક-કૃણાલના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાયનાન્સનો વેપાર કરતા હતા. જોકે, થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા પોતાના બંને દીકરાઓને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.

આર્થિક તંગી હોવા છતાં દીકરાઓને ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.

IPLમાં હાર્દિક-કૃણાલની પસંદગી બાદ પરિવારનું જીવન બદલાયું
અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા. જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી. જોકે, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. જે બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.

હાર્દિકની ઘરે પુત્રનો જન્મ થતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા 6 મહિના પહેલા આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિકની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો હોવાના ખુશ ખબરી સાંભળીને માતા-પિતા આણંદ ખાતે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post