• Home
  • News
  • ઉનાળામાં ઠંડીનો અહેસાસ : મે મહિનામાં ઘટેલા તાપમાને તોડ્યો 18 વર્ષનો રેકોર્ડ
post

દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 17:25:15

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં મે મહિનાની આકરી ગરમી વચ્ચે હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ હવે લોકો ગાજવીજ સાથે વરસાદ પડતા ઠંડી અનુભવી રહ્યા છે. એક સપ્તાહ પહેલા દિલ્હી-NCRમાં પારો 50 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો પરંતુ તોફાની વરસાદ બાદ દિલ્હી-NCRનું તાપમાન નીચે આવી ગયું છે. IMD અનુસાર, સોમવારે દેશના ઉત્તર-પશ્ચીમ ભાગોમાં જોરદાર વાવાઝોડા અને ભારે વરસાદને કારણે તાપમાનો પારો નીચો ગયો છે. 

ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના રેકોર્ડ અનુસાર, મે મહિનામાં મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાએ 18 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આગાઉ મે મહિનામાં આટલું ઓછું લઘુત્તમ તાપમાન 1 મે 2004ના રોજ નોંધાયું હતું. દિલ્હીમાં સફદરજંગનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ મે મહિનામાં આ લઘુત્તમ તાપમાન 1 મે 2004ના રોજ 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

IMDએ કહ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરતા પશ્ચિમી વિક્ષેપની સાથે દિલ્હી-NCRમાં સવારે જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

દિલ્હી-NCRમાં ભારે વરસાદ અને વાવાઝોડા ચાલુ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં આજે  લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જે સામાન્ય કરતાં ઓછું છે. તેમજ હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે.  ઉત્તરાખંડમાં અનેક જગ્યાએ વાવાઝોડું આવ્યું હતું જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના ભાગોમાં વરસાદ પડ્યો.  હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશમાં ક્યાંય પણ હીટવેવની સ્થિતિની શક્યતા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post