• Home
  • News
  • ગેસના બોટલ ભરેલી ટ્રકમાં આગ, સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડ્યા, કોઇ જાનહાનિ નહીં
post

સિલિન્ડર વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે ઘટનાસ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાતો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 08:52:24

સુરતઃ ઓલપાડના માસમા રોડ ખાતે આજે વહેલી સવારે 6.30 વાગ્યે ગેસના બોટલ ભરીને જતી ટ્રકમાં અચનાક આગ લાગી હતી. આગ લાગતા ટ્રકમાં ભરેલા ગેસના બોટલ ધડાકાભેર ફૂટ્યા હતા. સળગતા સિલિન્ડર બ્લાસ્ટ થઇ હવામાં ઉડતાં આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિલિન્ડર વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે ઘટનાસ્થળની આસપાસના અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાતો હતો. બોમ્બ ફૂટતા હોય તેવો અવાજ સંભળાતા રહીશો ઘરની બહાર આવી ગયા હતા. ટ્રકમાં આગ બાદ વિસ્ફોટની ઘટના અંગે જાણ થતાં સુરતથી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ ટ્રકના ડ્રાઈવર-ક્લીનરનો કોઈ ભાળ મળી હોવાના પણ પ્રાથમિક અહેવાલ છે.

બસ સાથે ટ્રકનું વ્હીલ અથડાયા બાદ ટ્રકમાં આગ લાગી
સાવર રાયકા (ઘટનાને નજરે જોનાર) જણાવ્યું હતું કે બસ સાથે ગેસના સિલેન્ડરો ભરેલી આઇસર ટ્રકનું ટાયર અથડાયા બાદ એન્જીનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ જોત જોતામાં આગ સિલેન્ડરમાં લાગતા બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતા અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. ગેસ બોટલ બ્લાસ્ટ સાથે હવામાં ઉછળી રહ્યા હતા અને અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ગામના લોકો પણ ભયના મારે રોડ પર દોડી આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post