• Home
  • News
  • મુંબઈમાં આગની ઘટના:નાગપાડાના સિટી સેન્ટર મોલમાં આગ લાગી, 9 કલાક પછી કાબૂ મેળવાયો; 3500 લોકોને આસપાસની ઈમારતોમાંથી બહાર કઢાયા
post

મોબાઈલ ફોનની દુકાનમાં સૌથી પહેલા આગ લાગી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 10:20:20

નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં ગુરુવાર મોડી રાતે આગ લાગી ગઈ હતી. જે વખતે આગ લાગી મોલમાં લગભગ 500 લોકો હતા. જો કે, તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા અને તેમા કોઈ જાનહાની પણ થઈ નથી. ફાયર બ્રિગેડની 24 ગાડીઓએ 9 કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. રેસ્ક્યુ દરમિયાન 2 ફાયર ફાઈટર સામાન્ય રીતે ઘવાયા હતા. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, આગ પછી આસપાસની ઈમારતો અને દુકાનોમાંથી લગભગ 3500 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

મોબાઈલ ફોનની દુકાનમાં સૌથી પહેલા આગ લાગી હતી
આ આગ ગુરુવાર રાતે 10થી 11 વાગ્યાની આસપાસ લાગી હતી. હાલ મોલની આસપાસની દુકાનોને ખાલી કરાવી દેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મોલના સેકેન્ડ ફ્લોર પર આવેલી એક મોબાઈલ શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડીક વારમાં તે આખા ફ્લોર પર ફેલાઈ ગઈ હતી.

મોલનો કાચ તોડીને ફાયરકર્મી અંદર પહોંચ્યા
મોલમાં વેન્ટિલેશન ન હોવાના કારણે મોલમાં ધુમાડો વધારે ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમે મોલનો કાચ તોડી દીધો જેથી ધુમાડો બહાર નીકળી શકે. ઘટના પછી ઘટનાસ્થળે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અમીન પટેલ અને મુંબઈના મેયર કિશોર પેડનેકર પણ પહોંચ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post