• Home
  • News
  • કાશ્મીરમાં પહેલીવાર ત્રણેય સેનાની સ્પેશિયલ ફોર્સ તહેનાત
post

કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવા માટે ત્રણેય સેનાઓ-આર્મી, નેવી અને એરફોર્સની સ્પેશિયલ ફોર્સને તહેનાત કરાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-25 10:21:33

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં આંતકીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવા માટે ત્રણેય સેનાઓ-આર્મી, નેવી અને એરફોર્સની સ્પેશિયલ ફોર્સને તહેનાત કરાઈ છે. ત્રણે સેનાઓની એલિટ એકમ સેનાના પેરા-સ્પેશિયલ ફોર્સિઝ, નેવીના મરીન કમાન્ડોઝ એટલે કે મારકોસ અને એરફોર્સના ગરુડ સ્પેશિયલ ફોર્સ હવે આતંકી વિરોધી ઓપરેશનમાં મળીને કાર્યવાહી કરશે.

આ તહેનાતી સંરક્ષણ મંત્રાલયની નવી રચાયેલી આર્મ્ડ ફોર્સિઝ સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન હેઠળ થઈ રહી છે. નેવીના માર્કોસ અને એરફોર્સની ગરુડની નાની ટીમો કાશ્મીર ખીણમાં સક્રિય છે પણ આવું પહેલીવાર થયું છે જ્યારે ત્રણેય સેનાઓ સંયુક્ત અભિયાન હાથ ધરશે. માર્કોસને વૂલર સરોવરના કિનારે તહેનાત કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post