• Home
  • News
  • રણમાં જાણે રંગોળી કરી હોય એવું ટેન્ટ સિટી જોઈ વિદેશીઓ પણ ઘેલા બન્યા, 4 મહિના સુધી પ્રવાસીઓ માટેનું બેસ્ટ પ્લેસ
post

2005માં કચ્છ રણ સફારીના નામથી શરૂ થયેલો કાર્યક્રમ હવે દર વર્ષે શિયાળા દરમિયાન કચ્છ રણોત્સવના નામે ચાર માસ સુધી ચાલે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-11 17:27:53

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' અમિતાભ બચ્ચનની આ ટેગલાઈન આજે પણ એટલી જ પ્રખ્યાત છે. હાલમાં કચ્છના જિલ્લા મથક ભુજથી 80 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ આવેલા ધોરડો ગામ નજીક રણોત્સવ ચાલી રહ્યો છે. જેને માણવા દેશ-વિદેશના પર્યટકોનો પ્રવાહ અવિરત પહોંચી રહ્યો છે. આ વચ્ચે રણોત્સવના ટેન્ટ સિટીનો રંગીન નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. જાણે કચ્છના રણમાં રંગોળી કરી હોય તેવાં દ્દશ્ય જોવા મળી રહ્યાં છે. શિયાળાની સિઝનમાં ચાર મહિના સુધી ચાલતા રણોત્સવને માણવો એ એક અનેરો લહાવો છે. દર વર્ષે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડે છે.

રણના નજારા સાથે લોક સંસ્કૃતિનાં દર્શન
રાજ્ય સરકાર દ્વારા આયોજિત રણોત્સવમાં દર વર્ષની જેમ આ વખતે પણ ખાસ પ્રકારની ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. જ્યાં પ્રવાસીઓ પોતાના સમય શક્તિ મુજબ રોકાઈને નજીકના સફેદ રણના નજારા સાથે લોક સંસ્કૃતિનાં દર્શનને માણી રહ્યા છે. હાલ શિયાળાની ઠંડીમાં વધારા સાથે લોકોનો ઉત્સાહ પણ રણોત્સવને માણવા વધી રહ્યો છે.

દર વર્ષે શિયાળામાં યોજાય છે રણોત્સવ
ભુજથી ખાવડા સુધીના સીધી લીટીના ધોરીમાર્ગ ઉપર વચ્ચે આવતા ભીરન્ડિયારા ગામની ડાબી તરફ જતા ધોરડો ગામ એ 30 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા સફેદ રણનું પ્રવેશદ્વાર છે. જ્યાં વર્ષ 2005માં કચ્છ રણ સફારીના નામથી શરૂ થયેલો કાર્યક્રમ હવે દર વર્ષે શિયાળા દરમિયાન કચ્છ રણોત્સવના નામે ચાર માસ સુધી ચાલે છે.

પર્યટકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો
રણોત્સવ સ્થળે પ્રવાસન વિભાગ દ્વારા લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ટેન્ટ સિટી ઊભી કરવામાં આવે છે. જ્યાં પર્યટકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે. લોક સંસ્કૃતિ દર્શાવતા નૃત્ય, સંગીત, નાઈટ શો સહિતના કાર્યક્રમો સ્થાનિક અને બહારના રાજ્યના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે. અહીં એકથી વધુ દિવસ પ્રવાસીઓ રોકાઈને કુદરતી અને લોકકળાનો નજારો માણી શકે છે. ટેન્ટ સિટીમાં સામેલ થવા માટે પ્રવાસન વિભાગ અને ખાનગી પર્યટક વેબસાઈટ ઉપર ઓનલાઈન બુકિંગ કરાવવું પડે છે.

આસપાસના રિસોર્ટમાં પ્રવાસીઓ માટે સારી વ્યવસ્થા
રણોત્સવ સ્થળ સિવાય ધોરડો ગામની આસપાસ અનેક રિસોર્ટમાં પણ સ્ટે માટેની ખૂબ સારી વ્યવસ્થા પ્રવસીઓને મળી રહે છે. જ્યાં શુદ્ધ સાત્ત્વિક ભોજન સાથે વિદેશી પર્યટકો માટે અલાયદી ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ રહે છે.







adv

Related News

post
post
post
post
post
post
post