• Home
  • News
  • મનમોહન સિંહની ચીન અંગે સલાહ / PM મોદીએ દેશની સુરક્ષા અને રણનીતિ જેવા મુદ્દા અંગે સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ
post

મોદીએ ગત સપ્તાહે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે, આપણી સીમામાં કોઈ ઘુસ્યું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:55:20

ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પહેલી વખત ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા, રણનીતિ અને સીમાઓના મુદ્દે વડાપ્રધાન મોદીએ સમજી વિચારીને નિવેદન આપવું જોઈએ. વડાપ્રધાને સાવધાન રહેવું જોઈએ કે આ મામલાઓમાં તેમની વાતોથી કેવી અસર પડશે. શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં મોદીના નિવેદન અંગે થયેલા વિવાદ બાદ મનમોહન સિંહે સોમવારે આ ટિપ્પણી કરી હતી.

સરકારે કડક પગલા લેવા જોઈએ જેથી શહીદ જવાનોને ન્યાય મળી શકે
મનમોહન સિંહે કહ્યું કે, સરકારે કડક પગલા લેવા જોઈએ, જેથી આપણી સીમાની સુરક્ષામાં શહીદ થયેલા જવાનોને ન્યાય મળી શકે. સરકાર કોઈ પણ પ્રકારની ચૂક કરશે તો તે દેશની જનતા સાથે વિશ્વાસઘાત હશે.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આપણે ઐતિહાસિક રસ્તે છીએ. આ વખતે સરકારના નિર્ણય અને કાર્યવાહીથી જ નક્કી થશે કે આવનારી પેઢીનું આપણા વિશે કેવું મંતવ્ય હશે.આપણી લીડરશીપે જવાબદારીઓ ઉઠાવી પડે છે. ભારતીય લોકતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાન ઓફિસની હોય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post