• Home
  • News
  • રાજ્ય સરકારે ST કર્મચારીના પગાર વધારાની કરી મોટી જાહેરાત
post

એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગરા પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-16 11:45:29

ગાંધીનગર: એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગરા પર કામ કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓના પગાર વધારાની મોટી જાહેરાત કરી છે.

આ મુદ્દે સરકાર તરફથી જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસ.ટી.ના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆત કરવામાં આવી હતી તેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેને પગલે એસટી વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને તેનો ફાયદો મળશે

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ના અંદાજે ૧૨,૬૯૨ થી વધુ ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કર્યો છે. જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ.૯૨.૪૦ કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ.ટી. નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં તેઓ દિવાળી ઉલ્લાસ પૂર્વક ઉજવી શકશે. આ નિર્ણયનો લાભ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે.

adv

Related News

post
post
post
post
post
post
post