• Home
  • News
  • ગેંગવોરથી ધણધણી ઉઠ્યું સુરત, ગેંગસ્ટર સૂર્યા મરાઠી અને હાર્દિક વચ્ચે તલવાર-ચપ્પાં યુદ્ધ, બંનેનાં મોત
post

સુરતમાં ગેંગવોરમાં ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:28:30

સુરતમાં ફરી એકવાર ગેંગવોરની ઘટના સામે આવી છે. નવા વર્ષની શરૂઆતમાં સૂર્યા મરાઠી ગેંગ વોરની ઘટના સામે આવી હતી. તેવામાં આજે પણ જેલની બહાર આવેલાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ સામ-સામે આવી ગયા હતા. બંને ગેંગ વચ્ચે થયેલી મારામારીમાં સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલનાં મોત નિપજ્યા છે. સુરતમાં ગેંગવોરમાં ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.

મર્ડરના કેસમાંથી થોડા દિવસ પહેલાં બહાર આવ્યો હતો સૂર્યા

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, થોડા દિવસો પહેલાં મર્ડર કેસનો આરોપી સૂર્યા મરાઠી જેલની બહાર આવ્યો હતો. અને આજે તે વેડરોડ ખાતે આવેલી તેની ઓફિસમાં બેઠો હતો. સમયે સાત જેટલા અજાણ્યા ઈસમો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. અને તલવાર તેમજ ચપ્પુનાં ઉપરાઉપરી ઘા ઝીંકી સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. હુમલો અન્ય કોઈ નહીં પણ પહેલાં સૂર્યા મરાઠી સાથે કામ કરતાં અને હાલનાં દુશ્મન હાર્દિક પટેલ અને તેનાં માણસો દ્વારા કરાયો હતો.

સૂર્યાના જમણા હાથથી હાર્દિક બન્યો જાની દુશ્મન

એક સમયે સૂર્યાનો જમણો હાથ મનાતા હાર્દિક વચ્ચે કોઈ બાબતને લઈ દુશ્મનાવટ શરૂ થઈ હતી. અને જેલની બહાર આવેલાં સૂર્યાનું ઢીમ ઢાળી દેવા હાર્દિકે પ્લાન ઘડી કાઢ્યો હતો. પણ માથાભારે સૂર્યાએ પોતાના પર થયેલ જીવલેણ હુમલા દરમિયાન હાર્દિક પટેલ સાથે મારામારી થઈ હતી. બંને જણાએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતાં બંને જણા લોહીમાં ફસડાઈ પડ્યા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ બંનેનાં મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી.

સૂર્યાને બે દીકરીઓ અને એક દીકરો છે

સૂર્યા મરાઠી મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના વતની હતો. અને તેણે સુરતમાં માથાભારે શખ્સની છાપ ઉભી કરી હતી. કથિત રીતે ગેંગ ચલાવતો સૂર્યા મરાઠી અવારનવાર હત્યાથી લઈને ખંડણી સહિતના કામો કરતો હતોકુખ્યાત બની ગયેલો સૂર્યો મરાઠી જમીન દલાલીની સાથોસાથ જમીનોના પ્રકરણમાં ધાકધમકીના જોરે ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. તે અંખડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટી પાસે રહેતો હતોસૂર્યા મરાઠી પર અગાઉ પલિયા બારૈયા નામના ગેંગસ્ટરે ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં સૂર્યા માંડ માંડ બચી ગયો હતોરાજે ગ્રુપના સ્થાપક સૂર્યા મરાઠી દ્વારા ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવતાં હતાં. માથાભારે સૂર્યા મરાઠીને બે દીકરીઓ અને એક દીકરા સહિત પત્ની પણ છે. અને તેના માતા પિતા વતનમાં રહે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post